SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર દે–જિનેશ્વર દેવાની જ સ્તુતિ થાય છે, અથવા તો જેઓ જે દેવને માનતા હોય તેની તેની પ્રાર્થનાઓ અગર સ્તુતિઓ થાય છે, એટલે એ સિદ્ધ થાય છે કે વાસ્તવિક રીત્યા પરમાત્મ પૂજા થાય છે અને એ પરમાત્મપૂજાનું મૂર્તિપૂજા એ અસાધારણ સાધન છે. જેઓ વ્યાકરણ વિચાર સૃષ્ટિમાં વિચારી શકે તેઓજ તત્ત્વ-નિર્ણયાનંદ ક્ષેત્રમાં વિહરી શકે છે. અએવ મૂર્તિપૂજાથીજ પ્રભુની પૂજા, ધ્યાન, લય, વિગેરે થઈ શકે છે. એમ શંકા કરવામાં આવે છે કે અમૂત્તિમાન અશરીરી-નિરાકાર પ્રભુનું ધ્યાન સાકાર મૂર્તિથી કેમ થઈ શકે ? તેઓનેજ એ પ્રશ્ન કરવામાં આવે કે ત્યારે ભલા બતાવે તો ખરા કે એ નિરાકાર પરમાત્માનું ધ્યાનસ્તુતિ વિગેરે કેમ-કેવી રીતે કરો છો ? “હે પ્રભુ ! તું નિરાકાર છે, નિરંજન છે, અચિંત્ય છે, અનંત દયાળુ છે, ” વિગેરે. આ શબ્દ એ શું છે ? નિરાકાર પરમાત્મા સાકાર શબ્દથી પામવામાં વાંધો ન હોય તે મૂર્તિમાંજ વાંધો કેમ ? હૃદયમાં ધ્યાન ધરો ત્યાં પણ જરૂર કોઈ પણ પ્રકારનો આકાર તે ખડે થવાનો જ. આકાર માન્યા વિના છુટકે જ નથી. “ ડેક્કાર ” નું ધ્યાન ધરાય અને તેમાંએ પરમાત્મત્વની ભાવના રહે તો “હષ્કાર ” એ શું છે ? અક્ષરમૂર્તિ કે કોઈ બીજું ? સાકાર કે નિરાકાર? જડ કે ચેતન ? પ્રભુના નામની માળા ફેરવવામાં આવે છે ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy