SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ મૂર્તિપૂજાને વાસ્તવિક આ અર્થ જ નથી. સંસ્કૃત વ્યાકરણના નિયમાનુસાર સમાત્પન્ન આ “મૂર્તિપૂજા” શબ્દનો અર્થ પામવા ત્રણ પ્રકારે પ્રથક્કરણ કરી શકીયે અને પછી રહસ્ય મેળવવા જીજ્ઞાસા હોય તે જરૂર મેળવી શકીયે. મૂર્તિથી પૂજા, મૂર્તિની પૂજા અને મૂર્તિમાં પૂજા આ ત્રણું પ્રકારના અર્થ મૂર્તિપૂજાન થઈ શકે. મૂર્તિથી પૂજા એટલે મૂર્તિના સાધન વડે પરમાત્માની પૂજા પરમાત્માની પૂજાનું મૂર્તિ એ અસાધારણ કારણુ-પરમ ઉપકારી સાધન. અએવ પરમાત્માની પૂજાને માટે-મૂર્તિથી પરમાત્માની પૂજાને માટે મૂર્તિ પૂજા–મૂર્તિની પૂજા કરાય છે, અથવા મૂર્તિમાં પરમાત્માની જ પૂજા કરીયે છીયે. મૂર્તિમાંજ પરમાત્માનું આપણું કરીને મૂર્તિપૂજા કરાય છે. અગર જે મૂર્તિની પૂજા થતી હિત–પાષાણને જ પૂજવામાં આવતો હેત તો તેની આગળ થતા ચિત્યવંદને –સ્તવન-સ્તુતિઓ આદિ વિધિપૂર્વકની પ્રાર્થનાઓમાં એમજ બલાત કે “ હે મૂર્તિ ! તું સુંદર છે, સારા કારીગરના હાથે ઘડાયેલી છે, મનહર આકારવાળી છે, મુલાયમ પાષાણની બનેલી છે, અગર કિંમતી ધાતુની છે કિંવાસ્ફટિકાદિક રત્નની પ્રકાશમય છે વિગેરે– પણ ત્યાં તો રાષભદેવથી લઈ ભગવાન મહાવીર વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy