SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત્તિ એજ માનવજીવનની મહત્તા અને લક્ષ્મી મંળા એ પ્રમાણ. જૈનસાક્ષર ડાહ્યાભાઈ ધોળશાજી કહે છે – મળ્યું બહુ ધન, રૂપાળું બદન, કે વિદ્યા પ્રસન્ન; કર્યો પરમાર્થ તે તે જાણું મળ્યું એ પ્રમાણ : મધુ સંચય કરી કરી રહ્યો, મદમાં ભ્રમર અજાણ; ના દીધું ના ભગવ્યું, નાહક પ્રાણ ગાર્યું વાદળ જળ ભર્યું, વરસ્યું ન ચાલ્યું ચૂપ; પવન ઝપાટે કડીયું, ભાંગી ન કેઈની ભૂખ. લક્ષ્મીની ગતિજ ત્રણ છે. દાન-ભોગ અને છેવટે નાશ. સહિષ્ણુતા–જલપ્રલય, અનલપ્રલય, ધાડ, લૂંટફાટ વિગેરે સામે સુરતનું સ્થય એની સહિષ્ણુતાને આભારી છે, તેવી જ રીતે શ્રેયાંસિ બહુ વખાનિ' એ ન્યાયે સતત શ્રેય પ્રવૃતિમાં પણ વિન પરંપરાની સામે પણ સહિષ્ણુતા ગુણવડેજ સુરત શોભે છે અને વિજય મેળવે છે. સાહસ–સુસ્ત સહિષ્ણુ છે માટે કાયર છે એમ નહિ, સાહસ તે સુરતીઓનું જ. ઝવેરાતને વેપાર સાહસિકેજ કરી શકે છે, ખીલવી શકે છે, જીરવી શકે છે. સુરત અને મુંબઈ ઉભયસ્થલે સરખી રીતે નિવાસ કરવો, એ સાહસ વિના કેમ બને ! જલપ્રલયથી ટેવાયેલી એ સાહસિક પ્રજા અરબસ્તાન, ઈગ્લાંડ અને પારિસ પર્યત પહોંચી છે. પારિસ પણ યુરોપમાં સૌંદર્યસ્થળ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy