SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. શ્રી ધર્મનાથજીનું દેરાસર. નામ–શ્રી ધર્મનાથજીનું દેરાસર. સ્થળ-ગોપીપુરા (વકીલો ખાંચ) મૂળનાયક—શ્રી ધર્મનાથ ભગવાન વહીવટદાર—ત્રણ જ્ઞાતિના ત્રણ પ્રતિનિધી-વિસા ઓસવાળ, દસા ઓસવાળ, શ્રીયાલી-હા. બાલુભાઈ સ્વરૂપચંદ સંઘવી, દેવસુર ગચ્છને વહીવટ છે. આ દેરાસરમાં માળપર દેરાસર છે જેમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ભગવાન છે, એમાં ભેંયરૂ છે જેમાં આચાર્યોની મૂર્તિઓ અને પગલાંઓ છે. આ દેરાસરમાં જૂના વખતની દેવસુર ગચ્છના શ્રી પૂજની ગાદી છે આ દેરાસરના ભેયરામાં સૂરજમંડન શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ છે જે અલૌકિક અને પ્રભાવિક છે. આ દેરાસરજીના પાછલા ભાગમાં એક મંદિર છે જે જાના વખતનું હોય એમ લાગે છે. આ દેરાસરછ હાથીવાળા દેરાસર તરીકે ઓળખાય છે. આ દેરાસરના અંગે કવિ લાધાશા પોતાની ચેત્ય પરિપાટીમાં નીચે મુજબ લખે છે– ત્રીજે શ્રી ધર્મનાથને દેહરામાંહે સૂણે સંતેરે સૂરજ મંડણ પાસજી ભંયરામાંહે ભગવતિ રે, ચોવીસ બિંબ પાષાણમે સાત રતનમે દિપેરે, એકસો સિતેર ધાતુમે નિરખતા નયન છીપેરે આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજ્યજી ઉપાધ્યાય નીચે મુજબ લખે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy