SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ છેદસૂત્રોના ભાષ્ય અને ટીકાકારે લખે છે કે અષ્ટમી ચતુર્દશી આદિ પર્વ દિવસમાં સર્વ જૈન દેરાસરની વંદના કરવી જોઈએ, ભલે તે ચેત્ય સંધનું હોય કે અમુક ગ૭ની માલિકીનું હોય તે પણ તેની યાત્રા કરવી, વખત પહોંચતું હોય તે સર્વ ઠેકાણે સંપૂર્ણ ચૈત્યવંદન-વિધિ કરવી જોઈએ અને વખત ન પહોંચતો હોય તો એક એક સ્તુતિ વા નમસ્કારજ કરવો પણ ગામના સર્વચેત્યોની યાત્રા કરવી. વ્યવહાર સૂત્રના ભાષ્ય અને ચૂણિમાં લખ્યું છે કે આઠમ ચૌદશ આદિ પર્વ-તિથિદિમાં ગામનાં સર્વ દેહરાઓમાં રહેલી જિનપ્રતિમાઓ અને પોતાના તથા બીજા ઉપાશ્રયમાં રહેલા સર્વ સાધુઓને પર્યાયલ સાધુઓએ વંદન કરવું જોઈએ. જે ન કરે તો તે સાધુ પ્રાયશ્ચિત્તને ભાગી થાય. મહાનિશીથ સૂત્રમાંથી પણ ચિત્ય તીર્થ અને તીર્થોમાં ભરાતા મેલાઓની સૂચના મલે છે. આ સર્વ જોતાં એટલું તે નિશ્ચિત છે ३. निस्सकडमनिस्लकडे चेहए सव्वहिं थुई तिन्नि । वेल व चेइआणि व नाउं इक्किकिआ वा वि ॥ --भाष्य ४. अट्ठमी-चउद्दसीसुं चेइय सव्वाणि साहुणो सम्वे। वन्देयव्वा नियमा अवसेस-तिहीसु जहसत्तिं ॥ एएसु चेव अहमीमादीसु चेइयाई साहुणो वा जे अण्णार वसहीए ठिआ ते न वदति मासलहु । –વ્યવાસાણ અને . ५. अहन्नाया गोयमा ते साहुणो तं आयरियं भणंति जहा णं जइ भयवं तुमं आणावेहि ता णं अम्हेहिं तित्थयत्तं करि र)या चंदप्पहसामियं वंदि(द)या धम्मचकं गंतूणमागच्छामो –મહાનિથિ -રૂપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy