________________
૩૮૮
મૂળ જૈન ધમ અને
પરિભ્રમણ કરતા રહેવાથી અર્થાત્ વન તથા નિર્જન પ્રદેશમાં જ્યાં ત્યાં ધુમતા કરતા રહેવા રૂપ પરિવ્રાજક ધમનું પ્રચલન કરવા કરતાં વસતિવાસી થઇ રહેવાની અભિલાષાથી જૈન મંદિરેાની સૃષ્ટિનું નિર્માણુ કરવા કરાવવામાં પ્રવૃત્ત થયા.
જિન મંદિર અને મૂર્તિપૂજા સંબધમાં એવા વિવિધ મતભેદ થવા છતાં પણ જિનેશ્વર સૂરિ આદિ દૂરદર્શી આચાર્યોએ તેનાં કારણા મટાડવાના અથવા નિરાપદ માર્ગ કાઢવાનેા પ્રયત્ન કર્યાં હૈાય એમ લાગતું નથી.
એટલું જ નહિ પણ એ મતભેદના લાભ ઉઠાવીને એ આચાર્યાંમાં પોતપાતાના અલગ સ ંપ્રદાય બનાવી લેવાની ભાવના કામ કરતી રહી હતી એમ લાગે છે.
Ο
વ માનસરિ અને જિનેશ્વરસૂરિ પેાતાને જ શાસ્રોત શુદ્ધ યતિમાંનું આચરણ કરવાવાળા માનતા હતા. તેથી જિનેશ્વરસૂરિએ પેાતાના સંપ્રદાયની પુષ્ટિ તથા વૃદ્ધિ માટે નવા નવા મ ંદિરનું નિર્માણુ કરવા, નવા તથા પુરાણા શાસ્ત્રોની નકલા કરી કરાવી જૈન ભંડારાની સ્થાપના કરવા વગેરે કામને વિશેષ મહત્ત્વનું સમજેલા.
તેમણે પંચલિંગી પ્રકણ નામનું ૧૦૧ ગાથાનું પ્રકરણ રચ્યું. તેમાં સમ્યકત્વના પાંચ લિંગ, ચિન્હ અથવા લક્ષણુના સ્વરૂપનું વર્ણન કર્યું છે. તે લક્ષણા—પ્રશમ, સંવેગ, નિવેદ, અનુક ંપા અને આસ્થા.
અનુકપાના પ્રકરણમાં કાઇ પણ રીતે સંબંધ જોડીને મદિર નિર્માણના વિષય સમાવેલા છે. તેમાં જિનમ ંદિર બનાવવાનું સમર્થન આ પ્રમાણે કર્યું છે—જે આત્માને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ જાય છે તેના મનમાં સંસારના વેાના કષ્ટા જોઇને અનુકંપા થાય છે. તે વિચારે છે કે તે કઇ રીતે કાષ્ઠનુંય દુઃખ દૂર કરવાના યથાશકિત પ્રયત્ન કરે,
તે વિચારે છે કે સ ંસારના દુ:ખાથી મુક્ત કરવાવાળા એક ફક્ત જૈન ધર્મ છે. જૈન ધર્મના પાલન સિવાય બીજો કાઈ સાચા ઉપાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com