________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૨
૧૬૫
નિર્વાહ માટે બીજી કાઈ ચિંતા ન કરી. કેમકે તેવી ચિંતાનુ કાઈ કારણ જ ન હતું. કાઇ દેવ વિદ્યાધર પહોંચી જતે। અને ઇચ્છા થતી તેા યથેચ્છ ભક્તિ કરી લેતા. નહિ તે દન તા કરતા જ અને ભરતની પિતૃભક્તિ તથા જિન શક્તિને સંબધે એ શબ્દો ખેાલતા જ.
“ આપણા શાસ્ત્રોના લેખાનુસાર નંદીશ્વર, રુચક, કુંડલ આદિ દીપામાં શાશ્વત ચૈત્યા અને પ્રતિમાનું અસ્તિત્વ છે, અષ્ટાદ્દિક પદ્યના દિવસેામાં કે જિન કલ્યાણક આદિના પ્રસંગેામાં દેવા, અસુરે કે સિદ્ધ વિદ્યાધરા ત્યાં જઈ ઉત્સવા મનાવે છે. પણ સદાકાળ ત્યાં કાણુ પૂજા કરે છે એના ખુલાસા શાસ્ત્રથી મળતા નથી.
፡
“ આપણે સમજવુ જોઈએ કે આપણી પ્રાચીન પૂજા પદ્ધતિ આજના જેવી ન હતી. તે સાચી અને સ્વાભાવિક હતી. આજની પદ્ધતિમાં કૃત્રિમતાનાં અધતા છે, ભાવનાં સ્થાને ફરજ કર્તવ્યની કડિઓ સંકળાયેલી છે. એટલે પૂજની આત્મભાવનાઓના વિકાસ થઇ શક્તા નથી.”—જિનપૂજા પદ્ધતિ પુસ્તકમાંથી સાભાર ઉદ્ધૃત
પૂજાવિધિ નાની શરૂઆત પછી વધતી ગઈ
મૂર્તિપૂજાની શરૂઆત બહુ નાની હતી. શરૂઆતમાં (૧) સુગંધી સૂણુંની પુડી, ( ૨ ) પુષ્પમાળા, ( ૩ ) ધૂપ, (૪) ચાવલ ( ચેાખા ) અને ( ૫ ) દીપ૪ દૈવને (મૂર્તિને) ધરાવતા. આ પ્રમાણે પંચાચારી પૂજાની શરૂઆત થઇ. પછી વર્ષીને અષ્ટાપચારી થઈ. પછી તા વધતી જ ગ. ચૈત્યવાસીઓએ ખાસ કરીને ખૂબ વધારી દીધી.
પૂજાવિધિ આસ્તે આસ્તે વધતી જ ગઇ તે પૂજાવિધિ અને પ્રતિષ્ઠાના જુદા જુદા વખતે થયેલા જુદા જુદા આચાર્યોના પુસ્તકા ઉપરથી સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com