________________
૧૬
મૂળ જૈન ધર્મ અને
વગેરે જુદી જુદી રીતે નહાવા માટે જુદી જુદી ઓરડીઓ હોય છે. કેટલેક ઠેકાણે તે અંદર તરી શકાય એવા મોટા હેજ હોય છે. તેમજ ન્હાયા પછી શરીર લુછવાને, વસ્ત્ર પહેરવાનું વગેરે માટે જુદી જુદી ઓરડી હેય છે. તેવી રીતે ભક્ત શ્રીમંત અને રાજાઓ ન્હાઈને તુરત ભગવાનને વંદન નમસ્કાર કરવા માટે એક જુદા ઓરડામાં ભગવાનની મૂર્તિ રાખતા હોય તે તે કાંઈ નવાઈ જેવું નથી. એ આખું મકાન સ્નાનગૃહ જ કહેવાય પરંતુ તેમાં જુદા જુદા કામ માટે જુદા જુદા ઓરડા હોય. તે બધું કામ પતાવીને બહાર નીકળે ત્યારે સ્નાનગૃહમ ચી બહાર નીકળ્યા એમ કહેવાય.
ભગવતી સૂત્ર શ. ર. ઉ. ૫. માં તુગિયાનગરીના શ્રાવકો તથા નિરયાવલિકા સૂત્ર તેમજ બીજા કથા પ્રધાન સુત્રોમાં જ્યાં જ્યાં શ્રાવકોને ભગવાનના સમવસરણમાં કે ગણધર મહરાજ અથવા કેશીશ્રમણ વગેરે આચાર્યોને વંદન કરવા તથા પ્રવચન સાંભળવા જવાની વાત આવે છે ત્યાં ત્યાં તેઓ હાઈ બલકર્મ કરીને ગયા એ પાઠ આવે છે.
એ બધે ઠેકાણે ઉપર કહ્યું તેમ પ્રતિમાને વંદન નમસ્કાર કર્યા એમ સમજવાનું છે પણ તેમાં પૂજા કર્યાની વાત નથી.
દેવલેકમાં મૂર્તિ પૂજા અંગસૂત્રમાં કયાંય દેવની મૂર્તિપૂજાની વિધિ બતાવી નથી ફકત હાલમાં મળતા જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ તેના સ્વયંવર મંડપમાં જતાં પહેલાં નહાઈને જિનપૂજા કરી હતી તેવો ઉલ્લેખ છે. અને તેમાં તેની વિધિ સૂર્યાભદેવે કરેલી પૂજાની વિધિ રાજપ્રશ્નનીય સૂત્રમાં આપેલી છે તે પ્રમાણે જાણી લેવી એમ કહેલું છે. તે પાઠ આ પ્રમાણે છે
જિન પ્રતિમાને પ્રણામ કરીને જેમ સૂર્યાભવે જિન પ્રતિમાની પૂજા કરી હતી તેમ પૂજા કરી નમેલુણને પાઠ બોલી વંદન નમસ્કાર
કરી જિન ઘરમાંથી બહાર આવી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com