________________
૧૨૪
મૂળ જૈન ધર્મ અને
અહીં પણ અંબડ શ્રાવકની પ્રતિજ્ઞા તે એ જ છે કે અરિહંત અને અરિહંતની પ્રતિમાને જ વંદન કરીશ. પણ અન્ય તીર્થિક, તેના દેવે અને તેણે ગ્રહણ કરેલ અરિહંત પ્રતિમાને વંદન નમસ્કાર કરીશ નહિ.
સ્થાનકવાસીઓની દલીલ એ છે કે એમ અર્થ કરવાથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને વંદન કરવાનો નિષેધ થઈ જાય છે.
મારી પાસે વિવાઈ સૂત્ર નથી તેથી તેને આગળપાછળને સંબંધ હું જોઈ શક્યો નથી. પણ અંબડ શ્રાવકને એવો ભાવ તો ન જ હેઈ શકે કે તે આચાર્ય વગેરેને વંદન નહિ કરે. પરંતુ અરિહંતમાં જ તેણે તેના અનુયાયી સર્વ સાધુને ભેગા ગણ લીધા હશે. | ગમે તેમ પણ ચૈત્યને અર્થ તે આનંદ શ્રાવકના આધકારમાં કહ્યું તેમ અહીં પણ જિનપ્રતિમા જ થઈ શકે છે.
વિદ્યાચારણ-જંઘાચારણું શ્રી ભગવતી સૂત્ર શતક ૨૦ ઉદ્દેશ ૯ માં વિદ્યાચારણજધાચારણ મુનિઓ ચૈત્યવંદન કરવા ગયાની વાત આવે છે.
વિદ્યાચારણ માનુષેત્તર પર્વત, નંદીશ્વર દ્વીપ, પાંડકવન અને નંદનવન ગયાની વાત છે. તે તે ઠેકાણે જઈને તેઓએ વેચારુ વંદ ચૈત્યોને વંદન કર્યાને પાઠ છે અને પાછા અહીં આવીને અહીંના ચૈત્યને વંદન કરવાને પાઠ છે.
અહીં પણ મૂર્તિપૂજાની શી વાત જ નથી. છતાં સ્થાનકવાસીઓએ વિરોધ કરતાં તેને અર્થ જ્ઞાન કરીને તે તે ઠેકાણે જઈને વિદ્યાચારણ તથા જંઘાચારણ મુનિઓએ અરિહંતના જ્ઞાનની સ્તુતિ કરી એમ કહે છે! તબુદ્ધિની બલિહારી છે ને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com