________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૧૭.
નાગ = જ્ઞાન. જ્ઞાન માટે નાળ શબ્દ જ વપરાય છે.
સાધુ માટે અણગાર, ભિક્ષુ, નિગ્રંથ, મુનિ વગેરે શબ્દ વપરાયા છે કે જેનો સીધો અર્થ સાધુ થાય છે.
અરિહંત માટે મહેંત અથવા અર્હત શબ્દ જ વપરાયેલ છે.
સૂત્રોમાં વેફર શબ્દ આવે છે તેવા થડાક દાખલા આપણે વિચારીશું ત્યારે ઉપરની હકીકત ધ્યાનમાં રાખવી. કારણ કે તેથી તે દરેક ઠેકાણે ચૈત્યને કો અર્થ લાગુ પડે છે તે સમજવાનું સહેલું થઈ પડશે.
સ્થાનકવાસીઓ નિક્ષેપથી મૂર્તિ અવંદનીય છે એમ સિદ્ધ કરે છે તેથી પહેલાં આપણે નિક્ષેપ સંબંધી થડે વિચાર કરી લઈએ.
ચાર નિક્ષેપ મૂર્તિ પૂજક અને સ્થાનકવાસીમાં નિક્ષેપા સંબંધી મતભેદ છે.
વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે અનુગદ્વાર સૂત્રમાં વસ્તુના ચાર નિક્ષેપ કરી વસ્તુનું સ્વરૂપ જાણવાનું, સમજવાનું કહ્યું છે એમ તે બને સંપ્રદાય માને છે. તે ચાર નિક્ષેપા આ પ્રમાણે છે– (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય અને (૪) ભાવ.
હવે મતભેદ એ છે કે સ્થાનકવાસી માન્યતા પ્રમાણે ત્રણ નિક્ષેપ 3ય છે, જાણવા ગ્ય છે પણ વંદનીય પૂજનીક નથી. ફક્ત છેલ્લો ભાવ નિક્ષેપ વાંદવા પૂજવા યોગ્ય છે. ત્યારે મૂર્તિ પૂજા કરી જેને ભાવ નિક્ષેપે વંદનીમ પૂજનીક હેાય તેના ચારે નિક્ષેપા વંદનીક પૂજનીક ગણાય એવી માન્યતા ધરાવે છે. : આ મતભેદને કારણે સ્થાનકવાસીઓ મૂતિને વંદનીક પૂજનીક ગણતા નથી. કારણ કે મૂર્તિમાં અરિહંતના ગુણ નથી, ત્યારે મૂર્તિ પૂ ભાવ નિપાથી અરિહંત વંદનીક પૂજનીક છે માટે સ્થાપના નિક્ષેપાથી પણ મૂર્તિને વંદનીક પૂજનીક ગણે છે. આ મતભેદના કારણથી નિક્ષેપા સંબંધી વિચાર કરવો પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com