________________
(૫૬) વિલાપ કરવા લાગ્યાં. “હા વત્સ લક્ષ્મણ ! તમારા મેટા ભાઈને મુકીને તમે એક્લા કયાં ગયા? અરે! તમારા વગર એક મુહૂર્ત માત્ર પણ રામ હવે જગતમાં રહી શકશે નહી. એ તમારી ઉપર એમનો સ્નેહ છે. અથવા તે હા ! જગતમાં હું જ મંદ ભાગિણી છું. મને ધિક્કાર થાઓ કે દેવ જેવા દિયર અને સ્વામીને ગુમાવી બેઠી ! મારે માટે એમને આવું કષ્ટ પ્રાપ્ત થયું. હા ! હા! પૃથ્વી તું મને માર્ગ આપ કે તારા ઉદરમાં હું સમાઈ જાઉં ? અરે દુષ્ટ હદય ? તું પણ હવે વિડિર્ણ થઈ જા ? તૂટી જા ?” આ પ્રમાણે સતીઓમાં શિરોમણિ સીતાને વિલાપ કરતાં જોઈને એક દયાળુ વિદ્યાધરી અવકિની વિદ્યાવડે ભવિષ્ય જોઈને બોલી. “હે દેવી ! શેક કરશો નહી? તમારા દિયર લક્ષ્મણ આવતી કાલે પ્રભાતે નવજીવન પામશે અને રામની સાથે આવીને તમને તેડી જશે. તેની આવી વાણી સાંભળીને સીતાજી કાંઈક સ્વસ્થ થયાં.
પોતાની અમેઘવિજ્યા શકિતથી લક્ષ્મણને રણમાં સુતા જાણીને રાવણને ક્ષણવાર હર્ષ થયા. વળી પાછો પોતાના ભાઈ પુત્ર, મિત્રને સંભારીને રૂદન કરવા લાગ્યું. “હા ! વત્સ કુંભકર્ણ ? તું મારે જ આત્મા હતો. હા, પુત્ર ઇંદ્રજીત? મેઘવાહન? તમે મારા બે બાહુ સ્વરૂપ હતા. હા, વત્સ જાંબુમાલી ? તું મારા જેજ પરાક્રમી હતે. તમે સર્વે પરાક્રમી છતાં કેમ બંધનને પ્રાપ્ત થયા?” રાવણ વારંવાર મૂચ્છ પામતા અને પરિવારને સંભારતે રૂદન કરવા લાગ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com