SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અ. સ. સ્વર્ગસ્થ બેન રતનબાઈનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર. સ્વર્ગવાસ પછી પણ જેમના જીવનની યાદગીરી કુટુંબી જનોને અને સહવાસમાં આવેલ દરેકને રહે છે તેનું કારણ તેમનાં સારાં કૃત્ય, શુદ્ધ હદય અને ધર્મપરાયણતા છે. તેવાં પુરૂષ કે સ્ત્રીઓની જીવનરેખા પુસ્તકમાં લેવાથી વાચકવર્ગ તેવી ગુણીયલ વ્યક્તિનું અનુકરણ કરે તે જ અમારી ભાવના છે. રતનબહેનને જન્મ શ્રી કચ્છી જૈન વિશા ઓશવાળ જ્ઞાતિમાં શ્રી બીદડા મુકામે શેઠલધાભાઈના પતિના માણેકબાઈની કુક્ષીએ સં. ૧૯૩૬માં થયો હતો. આ જ્ઞાતિમાં બલકે કચ્છ દેશમાં કેળવણી પ્રથમથી જ ઓછી છતાં સ્ત્રીઓ કે પુરૂષો સ્વભાવીક સરળ હદયી હોય છે તેમ રતન બેનને અભ્યાસ નાનપણમાં નહિ છતાં પુણ્યશાળી જીવ હોવાથી બાલ્યાવસ્થાથી જ તેમનું જીવન ધાર્મિક સંસ્કાર મેળવવા તત્પર રહેતું હતું. તેમની ૧૩ વર્ષની ઉમ્મરે તેમનાં લગ્ન સં. ૧૯૪૯ના ફાગણ સુદી રના રાજ કચ્છ આસાંબી નિવાસી શેઠ વીજપાલભાઈ નેણશીભાઈના સુપુત્ર શેઠ કરશીભાઈની સાથે થયાં હતાં. અહીં શેઠ કરશીભાઈના જીવનનો ટુંક પરિચય આપવાની જરૂર પડે છે. કચ્છ આસબીઆ ગામમાં શેઠ નેણશીભાઈનું કુટુંબ પ્રતિષ્ઠાપાત્ર, ખાનદાન અને ધર્મપ્રેમી ગણાય છે. શેઠ નેણશીભાઈને ચાર પુત્ર હતા તેમાનાં નાના પુત્ર રત્ન શેઠ વીજપાલભાઈને ત્યાં મારશીભાઈને જન્મ સં. ૧૯૨૯ ના ભાદ્રપદ વદી નવમીના રોજ થયો હતો. | વિજપાલ શેઠ સ્વભાવે સરળ, ધર્મપરાયણ, સાચા વ્યાપારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035272
Book TitleSthambhan Parshwanath Charitra
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherJain Sasti Vanchanmala
Publication Year1927
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy