________________
(૨૮ ) હકુમત ચલાવતા હતા તેની ઉપર લશ્કર સહિત ચઢ. યુદ્ધમાં યમરાજાને માંડ માંડ જીવતાં નાશી જવાની તક મળી જેથી તે ઇંદ્રને શરણે ગયે. ઇંદ્રે તેને બીજું નગર આપ્યું. ત્યાં રહીને તે રાજ્ય કરવા લાગે. અહીયાં આદિત્યરાજા ને રૂક્ષરજાને તેમની ગાદી ઉપર સ્થાપી દશાનન લંકામાં આવ્યા.
કાળે કરીને વાનરપતિ આદિત્યરજાને ઇંદુમાલિની સ્ત્રી થકી વાલી અને સુગ્રીવ એ બે પરાક્રમી પુત્રો થયા. ને શ્રી પ્રભાનામે પુત્રી થઈ. રૂક્ષરજાને નલ, નીલ એ બે જગદ્વિખ્યાત પુત્ર થયા. રાજા આદિત્યરજા પોતાના પરાક્રમી પુત્ર વાલીને રાજય ઉપર બેસાડી દીક્ષા લઈને મોક્ષે ગયા.
રાવણ એક સમે મેરૂ પર્વત ઉપર ગયું હતું. તે સમયે ખર નામનો ખેચર એની બેન સુર્પણખાનું હરણ કરીને પાતાલ લંકામાં ઉપાડી ગયે. ત્યાં રહેલા આદિત્યરજાના પુત્ર ચંદ્રોદરને કાઢી મુકીને તે નગરી કબજે કરી ત્યાં રહી રાજ્ય કરવા લા. રાવણ આવ્યો, તેને ખબર પડતાંજ ક્રોધથી એને મારવા જતો હતો પણ મંદદર આદિએ સમજાવવાથી ક્રોધ શાંત થયે ને મય અને મારિચ નામના બે રાક્ષસોને મેકલીને ચંદ્રણખા પર સાથે પરણાવી દીધી. પછી ખર વિદ્યાધર પાતાલ લંકામાં રહીને રાવણની આજ્ઞા પાળતો સુખે રાજ્ય કરવા લાગ્યું.
કાઢી મુકેલો ચંદ્રોદર તો મરણ પામે, પણ તેની સ્ત્રી અનુરાધા ગર્ભવાળી હોવાથી પૂર્ણ માસે એને પુત્ર પ્રસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com