________________
(૧૭)
નવરત્નને અમુલ્ય હાર અને કેટલીક રાક્ષસી વિદ્યા આપી. ધનવાહન વિનયપૂર્વક તે લઈને ભગવંત અજીતનાથને નમીને રાક્ષસદ્વિપમાં આવ્યો અને બન્ને લંકાનું રાજ્ય ભોગવવા લાગે. એ ધનવાહન વિદ્યાધરને વંશ ત્યારથી રાક્ષસદ્વિપના રાજ્યવર્ડને રાક્ષસી વિદ્યાવડે રાક્ષસ એ ઉપનામથી ઓળખાવા લાગે. એ ધનવાહન રાક્ષસ ઘણું કાલપર્યત રાજ્ય ભેગાવીને પિતાના પુત્ર મહારાક્ષસને ગાદી સ્થાપી અજીતનાથ સ્વામી પાસે દીક્ષા લઈને મોક્ષે ગયે. મહારાક્ષસ પણ પોતાના પુત્ર દેવરાક્ષસને પિતાનો ઉત્તરાધિકારી બનાવી દીક્ષા લઈ સિદ્ધિ પદને વર્યો. અનુક્રમે ઘણા રાજાએ પરંપરાએ થયા.
અગીયારમા તીર્થંકર શ્રેયાંસનાથ ભગવાનના તીર્થમાં રાક્ષસદ્વિપની લંકા નગરીમાં કીર્તિધવલ નામે રાજા થયે. તેમના સમયમાં વૈતાઢ્ય પર્વતના મેઘપુર નગરને અતિદ્ર નામે વિદ્યાધરેનો રાજા હતા. તેણે પોતાની પુત્રી દેવી કીર્તિ. ધવલ રાજાને આપી. અનિંદ્ર વિદ્યાધરેશને શ્રીકંઠ નામે પુત્ર હતો. રાક્ષસ કુળમાં કન્યા આપવાથી બીજા વિદ્યાધર રાજાઓ સાથે અનિંદ્રને વેર થયું. જેથી શ્રીકંઠ વિદ્યાધર રત્નપુર નગરના પુત્તર રાજાની પધ્રા નામે વિદ્યાધરી બાળાનું હરણ કરીને કીર્તિધવલને શરણે આવ્યા અને ત્યાંજ એના કહેવાથી રહ્યો. અનુક્રમે કીર્તિધવલે રાક્ષસદ્વિપની આથમણું દિશાએ આવેલ ત્રણસેં જેજનના પ્રમાણવાળે વાનરદ્વિપ કે જે ઘણે સુંદર અને રમણીય હતો ત્યાં કિષ્કિધા નામની નગરી વસા
સ્થ. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com