________________
( ૯ )
હમેશાં દેવતાઓથી પૂજાતી આ પ્રભાવિક પ્રતિમા ભાગ્યયોગેજ માનવેને દષ્ટિગોચર થતી હતી. કારણકે સામાન્યપણે આવા નિર્જન પ્રદેશમાં અન્ય મનુષ્યનું આવાગમન જ દુર્લભ હોય તે પછી દર્શનને લાભ તે ક્યાંથી જ મેળવી શકે ! વળી લંકા નગરી સમુદ્રના કિનારા ઉપર હોવાથી રાક્ષસેને નિવાસ આ પ્રદેશમાં વધારે હતો. એ રાક્ષસે ક્રૂર, નિર્દય, પરાક્રમી હોવા છતાં ધર્મરહિત, દયારહિત, નિર્વસ પરિણામવાળા, તીવ્ર કષાયવંત અને માયાવંત હાઇ ગમે તે કરવાને શક્તિવંત હતા. આવા જુલ્મી રાક્ષસોના ત્રાસથી આ પ્રદેશમાં કઈ સામાન્ય માણસ ફરકી શકતું નહી.
આવા નિર્જન પ્રદેશમાં ભગવાનની હમેશાં પૂજાતી અપૂર્વ પ્રતિમા જેઈને રામના હદયમાં કુદરતી વિચાર કર્યો કે જે પ્રતિમાની દેવતાઓ પણ પૂજા કરે છે એમાં કંઈ પણ અપૂર્વ મહામ્યપ્રભાવપણું) હોવું જોઈએ. તે આપણે પણ આફતના સમયમાં આરાધન કર્યું હોય તે આપણું કાર્યસિદ્ધિ કેમ ન થાય! સાધક જે સમર્થ હોય અને ભગવંત પણ પ્રભાવિક હોય તે સુવર્ણમાં સુગંધ મળ્યાની માફક અલપકાળમાં જ કાર્યની સિદ્ધિ થઈ જાય છે. પુણ્યથી જ આ ચાગ પ્રાણીઓને સંસારમાં પ્રાપ્ત થાય છે.” એમ વિચાર કરતાં રામે લક્ષમણને કહ્યું. “બંધુ? અત્યારે એક વિચાર મારા હૃદયમાં સ્કુરે છે?”
“વિશ્વમાં અદ્વિતીય વીર અને ધીર એવા અનંત શક્તિવાન આ ભગવાનનું જ આપણે શરણ અંગીકાર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com