________________
પ્રકરણ ૧૩ મું. મુક્તિમાં.'—
કૃષ્ણને બાણ મારનાર જરાકુમાર કૃષ્ણ પાસેથી કૌસ્તુભમણિ લઈને અનુકમે પાંડુ મથુરામાં પહોંચે. ત્યાં પાંડવોની સભામાં આવીને એ કૈસ્તુભરત્ન આપી દ્વારિકા દહન કૃષ્ણજીનું મરણ વગેરે વિગતવાર હકિકત કહી સંભળાવી. કૃષ્ણની, દ્વારિકાની, યાદવોની વાત સાંભળીને પાંડા શેકામગ્ન થઈ ગયા. “આહા? કે સમય હતે ને આજે શું સમય આવ્યો? બધા વિશ્વ ઉપર એકલે હાથે વિજય કરનાર એ અતિરથી ધનુધરી પુરૂષ આજે દુન્યા ઉપરજ નથી. એ પરાકમી બળરામ આજે ભાઈના દુખથી રાજપાટ છોડીને વનેવન રખડતા હશે. “શેકાકુળ પાંડ અનેક રીતે વિલાપ કરવા લાગ્યા. સહોદર બંધુના જેમ એક વર્ષ કૃષ્ણનો શેક પાળ્યો. પછી તેઓ દીક્ષા લેવાની ઈચ્છાવાળા થયા, તેમનો આ આશય શાનથી જાણીને શ્રીનેમિભગવંતે ચાર જ્ઞાનના ધરનારા એવા ધર્મઘોષ સૂરિને પાંચસે શિષ્યોના પરિવાર સાથે ત્યાં મોકલ્યા. તેમના આવવાથી જરાકુમારને પાંડુ મથુરાની ગાદી ઉપર બેસાડીને દ્વૈપદી સહિત એ પાંચે પાંડવોએ તેમની પાસે દીક્ષા લીધી. ને અભિગ્રહ સહિત તેઓ તપ કરવા લાગ્યા. ભીમે એ અભિગ્રહ કર્યો કે
જે કઈ ભાલાની અણિ ઉપર મને આહાર આપે તેજ લે.”એ અભિગ્રહ એમને છ માસે પૂર્ણ થયે. અગીયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com