________________
( ૧૭૮ ) કૃષ્ણ કાર્યથી કૃતકૃત્ય થઈને પછી ગંગાને તીરે આવ્યા પણ નાવ મલે નહી. એટલે એક ભુજા ઉપર અશ્વ સહિત રથ રાખીને બીજે હાથે જલ તરવા માંડયું. તરતાં તરતાં ગંગાના મધ્ય જલમાં આવ્યા એટલે પોતે થાકી જવાથી વિચારવા લાગ્યા કે “આહા ? પાંડવો ઘણું શક્તિવાળા કે નાવ વગર ગંગા તરીને ચાલ્યા ગયા.” કૃષ્ણને ચિંતાતુર જાણુને ગંગાદેવી તરત ત્યાં પ્રગટ થઈને સ્થળ બનાવી આપ્યું ત્યાં વિસામે લઈને પછી હરિ તરતા તરતા ગંગાને કિનારે આવ્યા, કિનારે આવીને એમણે પાંડવોને પૂછયું કે તમે ગંગા નાવ વગર કેવી રીતે તય?
“ અમે તો નાવથી ગંગા ઉતર્યા?” પાંડવોએ કહ્યું.
ત્યારે નાવ મારે માટે કેમ ના મેકલાવી ? ” કૃષ્ણ ફરીને પૂછયું.
તમારા બલની પરિક્ષા કરવાને અમે નાવ મોકલી નહીં.” પાંડ બોલ્યા.
તે સાંભળી કૃષ્ણ કપ પામ્યા છતા બેલ્યા “અરે ? તમે સમુદ્ર તરવામાં કે અમરકંકા નગરી જીતવામાં શું મારૂં બલ જોયું નહોતું કે ?એમ બેલતા કૃષ્ણ ભયંકર લેહ દંડથી એમના પાંચ રથ ચુર્ણ કરી નાંખ્યા. અને “રથમર્દન એ નામે ત્યાં નગર વસાવ્યું. પછી કૃષણે પાંડને દેશપાર ર્યા. અને પોતે પોતાની છાવણીમાં આવીને સર્વેની સાથે દ્વારિકા આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com