________________
( ૧૭૧ )
આ બનાવથી જરાસંધનું સૈન્ય કૃષ્ણને પકડવાને આવ્યુ. તેની સામે સમુદ્રવિજયનું સૈન્ય તૈયાર થઈ ગયુ. યુદ્ધમાં જરાસંધના ભાડુતી સૈનિકે હારીને નાશી ગયા.
સમુદ્રવિજય આદિ દશા કૃષ્ણ અને રામને એળખીને વાત્સલ્યભાવ ધરતા વસુદેવને ઘેર ગયા. ઊગ્રસેનને એમની ગાદીએ બેસાડ્યા. ઉગ્રસેને સત્યભામા કૃષ્ણને આપી. રડાયેલી કસની પત્ની જીવયશા પેાતાના પિતા જરાસંધને ઘેર ગઇ ને સવે હકીકત રડતાં રડતાં કહી સંભળાવી. જરાસંધે એને ધિરજ આપીને કહ્યું કે એ યાદવાની સ્ત્રીઓને હું રામ કૃષ્ણને મારીને રડાવીશ. ” એમ કહીને તેણે સેામક નામના રાજાને બધી વાત સમજાવીને મથુરામાં સમુદ્રવિજય પાસે મેકલ્યે. સેામક રાજાએ આવીને સર્વે વાત કહીને રામ કૃષ્ણની માગણી કરી. પણ સમુદ્રવિજયે તે આપ્યા નહીં પછી સામક રાજા ગુસ્સે થઇને ચાલ્યા ગયા.
બીજે દીવસે સમુદ્રવિજયે પેાતાના બાંધવાને એકઠા કરીને હિતકારક એવા કાઝુકિ નિમિત્તિઆને ખેોલાવીને પૂછ્યુ “ હે મહાશય ! ત્રણ ખંડના સ્વામી જરાસંધની સાથે અમારે વિગ્રહ ઉભા થયા છે તેા પરિણામ શું આવશે તે કહેા ? ”
“ હે રાજેદ્ર ? આ પરાક્રમી રામ કૃષ્ણ ઘેાડા સમયમાં એને મારીને એની સામ્રાજ્યલક્ષ્મીના-ત્રણ ખંડ ભરતના અધિપતિ થશે એ નિશ્ચય છે. છતાં હમણાં તમે પશ્ચિમ દિશા તરફ સમુદ્રને ઉદ્દેશીને જાએ. ત્યાં જતાં જ તમારા શત્રુના ક્ષયના આરંભ થશે. સત્યભામાને જે ઠેકાણે બે પુત્ર સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com