________________
પુરૂષ ચરિત્ર, રામ યશોધરરાસ, ચતુર્વિશતિ પ્રબંધ, પાર્શ્વનાથના ચમ ત્યારે, આદિ પુસ્તકના આધારે તેમજ ઉપદેશપ્રાસાદ, ઉપદેશસપ્તતિકાનું અવલોકન કરીને આ નવીન સાહિત્યને સમાજને લાભ આપવામાં આવે છે. સમાજ આવા અપૂર્વ સાહિત્યને તન, મન અને ધનથી સહાય આપી એને સત્કાર કરે !
શ્રી સ્વંભનપાર્શ્વનાથ જ્યારથી ઉત્પન્ન થયા ત્યારથી તે આજે ખંભાતમાં પૂજાય છે ત્યાં લગીને સંપૂર્ણ ઈતિહાસ વાચકને આમાંથી મલી શકશે, તે સિવાય ખંભાતને લગતી કેટલીક હકીક્ત, સ્થંભનપુર નગર ક્યારે વસ્ય? તે પણ તમને જાણવાનું મળશે. ઉપરાંત બીજું કેટલુંક ઐતિહાસિક સાહિત્ય તમને મળી શકશે. રસમયભાષા વાપરી આકર્ષક બનાવવા માટે પુરતી કાળજી રાખવામાં આવી છે.
બની શકે તેટલી કાળજી છતાં, તેમજ શાસન સેવાની હૈયામાં રહેલી ઉત્કૃષ્ટ ભકિત સમાજ આગળ ઠલવતાં છદ્મસ્થપણુથી, દૃષ્ટિ દેષથી કાંઈ ભૂલ થવા પામી હોય તે જાણકાર વિદ્વાને સુધારીને વાંચશે બાકી અમારે તો એ માટે મિથ્યાદુષ્કત હોયજ ? કેમકે શાસન સેવાની ભાવના લક્ષ્યમાં રાખીને આ પ્રયાસ થયેલ છે. અને એવી અનેરી અણમેલી ભાવના સમાજની પ્રત્યેક વ્યક્તિમાં સ્થલનપાનાથના પ્રભાવથી ઉત્પન્ન થાઓ ! એ પાર્શ્વનાથ આપણા મંગલિક માટે થાઓ ? એજ પ્રાર્થના ?
લેખક. મણલાલ ન્યાલચંદ શાહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com