________________
પ્રસ્તાવના.
જગતમાં મનુષ્ય જીવન માટે ઇતિહાસ એ ઘણીજ ઉપયોગી વસ્તુ છે. મનુષ્યને વ્યવહારિક તેમજ ધાર્મિક કે નૈતિક જીવન વિકાસ ઈતિહાસના આધારે છે. કેમકે ભૂતકાળની બનેલી ઘટનાઓ માનવ જીવન ઉપર કોઈ અનેરી જ અસર કરે છે.
આ સ્થંભનપાશ્વનાથ નામના પુસ્તકમાં જેટલું મળી શક્યો તેટલે સંપૂર્ણ ઈતિહાસ વિગતવાર આપવામાં આવ્યો છે. એ પ્રતિમા કયારથી ઉત્પન્ન થઈ? કેના સમયમાં ઉત્પન્ન થઈ? કોણે ઉત્પન્ન કરી–ભરાવી એ સંબંધી જે જે મળી શકયું તેની વાનગી આ પુસ્તકમાં ગુંથી અમર કરી છે. ઈતિહાસમાં પણ કઈ સ્થળે બે વાતે
જ્યારે જોવામાં આવે ત્યારે સમાજની જાણ ખાતર બને વાત પ્રગટ કરવી જેથી વાંચકને સ્વયં નિશ્ચય કરી લેવાની સગવડતા થાય.
તેમજ એ પ્રતિમા ક્યાં કયાં પૂજા, સ્થંભન પાર્શ્વનાથ નામ શાથી પડયું?એમણે શું ચમત્કાર બતાવ્યો ? જગતમાં એ મહાન પ્રતિમાથી ક્યા ક્યા મહાન પુરૂષોને લાભ થયે? વગેરે સવે બીનાઓ સત્ય એતિહાસિક ઘટનાઓ રસમય શૈલીથી આળેખી સમાજને અર્પણ કરવામાં આવે છે. આવું અપૂર્વ સહિત્ય જૈન સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવે-સમાજ એને સત્કાર કરે ?
ઘણાં ઉપયોગી અને ઐતિહાસિક ગ્રંથના દોહનરૂપે આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, જેને ઇતિહાસ, જૈન ધર્મને પ્રાચિન ઇતિહાસ ભા. ૧ લે, ત્રિશશિલાકાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com