________________
( ૭૫)
"
દેવલાકમાંથી ચવીને સુમિત્રાના ઉદરમાં ઉત્પન્ન થયા. પૂ માસે પુત્રપણે જન્મ થયેા ચાર હજાર વર્ષોંના આયુષ્યવાળા એ પુત્રનુ રાજાએ ‘ નારાયણ ' એવું નામ પાડયું. લાકમાં એ લક્ષ્મણના નામે વિખ્યાત થયે જે જગતમાં આઠમા વાસુદેવ તરીકે પ્રસિદ્ધ થયા.
ત્યારપછી કેટલેક સમયે કૈકેયીએ ભરત નામે પુત્રને જન્મ આપ્યા ને સુપ્રભાએ શત્રુઘ્નનામે પુત્રના જન્મ આપ્યા. ધાવમાતાએથી લાલન પાલન કરાતા પુત્રા માલ્યાવસ્થાનું ઉલ્લંઘન કરીને તારૂણ્ય વયમાં આવ્યા.
એ સમયે . અ બર દેશના અનાર્ય મ્લેચ્છàાકે આવીને જનક રાજાની ભૂમિમાં ઉપદ્રવ કરવા લાગ્યા. તેમને નાશ કરવાને અસમં એવા જનકરાજાએ દશરથની મદદ માગી મિત્રને મદદ કરવાને દશરથરાજા તૈયાર થયા એટલે શૂરવીરામાં શિરેામણિ રામે પિતાને નિવારી પોતેજ ચઢાઇ કરવાની માગણી કરી.
પિતાની આજ્ઞા મેળવી અનુજ અંધુ સહિત રામ મેાટા સૈન્ય સાથે મિથિલા પુરીએ ગયા. સૈન્ય સહિત રામને આવતા જોઇન મ્લેચ્છ રાજાઓ કાપ કરીને તેમને મારવા ધસ્યા. પણ રામે એમને પેાતાના ખાણાના મારાથો મા માંજ અટકાવ્યા. તીવ્ર ખાણેાના ઘા વાગવાથી મ્લેચ્છે જેને જેમ ફાવ્યું તેમ નાશી ગયા. જેથી જનકરાજા અને એની પ્રજા સુખી થઇ. રામનું પરાક્રમ જોઇ હર્ષ પામેલા જનકરાજાએ પેાતાની પુત્રી સીતા રામચંદ્રને આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com