________________
૬૦૪
શુભસંગ્રહ-ભાગ ૭ મો
१२५-स्वतंत्रताना सूर
(લેખક:-શ્રી. કેશવ હ. શેઠ )
દેવનિ ૨ મેઘાછાદિત ગગનપ્રદેશ ગોરંભા હતા અને અસ્વસ્થ જનતાને આંતરપ્રદેશ અણદીઠ જવાળામુખી ધૂંધવાયા હતા. મહેરામણ ગાજતો નહોતઃ પંખેરુ ટહુકતાં નહોતાં. ઘંટારવ સિવાયનાં દેવળ આજ સાવ શાંત લાગતાં દિશાઓ શાંત ભાસતી: પ્રકૃતિલીલા શાન્ત ભાસતીઃ પ્રચંડ ધનરજન સાથે, એકાએક તૂટી પડતી વીજળીના વજ-કાટકે શ્વાસ જેમ થંભી જાય, તેમ નીરવ શાંતિ સાથે સમસ્ત જનતા, આજે તેના નાયકની હાકલ કાજે થંભી ગઈ'તીઃ કઈ જલીમ સલતનતના સીતમોથી નાપાક થતી ધરતીને જોવા સારૂ જાણે હમણાં જ પ્રલયની ઝડીઓ મૂસળધારે વરસવાની હોય એમ મેઘાચ્છાદિત ગગનપ્રદેશ ગોરંભાયો હતો અને પરાધીનતાના અવશેષમાત્રને પ્રજાળી નાખનારે પ્રચંડ જવાળામુખી, સમસ્ત જનતાના દિલેદિલમાં ધખી રહ્યા'તે.
અને આભ ચીરતો હદયભેદક પડછંદ પડેઃ “મૃત્યુ કે મુકિત !” તરતજ દશે દિશાઓમાં પડઘે ઝીલાયેઃ “મુકિત!”
મુક્તિના એ મૉંની ખેલ ખેલાયે દોઢ સૈકું વીતી ગયું, છતાં જ્યારે જ્યારે, મદઝરતા માતંગ પર માયાનું આવરણ ઝિંટનાર પેલા સફરી સોદાગરનાં તાંડવનૃત્ય મંડાય છે, ત્યારે ત્યારે તે મુક્તિગાથા તરબતર તાજી થાય છે.
તે નાયકનું નામ પિટિક હેત્રી: વર્જિનિયાની પ્રાંતિક સભા, અમેરિકાથી ગાજી રહી'તી. તેની સમક્ષ તેણે અંગારઝરતાં શબ્દતીર છેડયાં, તેણે પરાધીન અમેરિકાને પડકાર્યા --“બોલો, બિચારા” બનવું છે કે બહાદૂર 2 કલંક વાંચ્છો છો કે કીતિ ? ગુલામીમાં ગુંગળાઈ મરવું છે કે સ્વતંત્રતાની સ્વર્ગીય હવામાં વિહરવું છે?” અને તેની કાતિલ કીકી, વીજળીવેગે ભરી સભામાં ફરી વળી. ક્ષણભર થંભીને પુનઃ તેણે પડકાર કીધે – “સાવધાન ! કાન હોય તો સાંભળો અને સાન હોય તો સમજી લ્યો, કે જે ધરતીએ જન્મ દીધો, જેના રસકસ વડે પ્રાણુનું પિષણ થયું, જે જનેતાએ જીવનને ચેતન પાયાં, એની લાજ લૂંટવા દેવી કે જનની દેવીની ઈજજત જાળવવી, એ આજ તમારા હાથની વાત છે.” અને માનવમેદનીના મહાસાગરમાં હવે સ્વાર્પણની ભરતીના ભાવ સળકવા માંડયા. નાયકે છેલ્લા બોલ છોડયાઃ– તરંગીને કાજે જંગ નથી; નફાતોટાનો વિચાર કરનાર બિલકુલ બેવફા છે, એને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat