________________
૬૦૩
vv
માતૃવેદના અંતરમાં નિર્મળ પ્રેમ દેજે ભારતમાં. હરી ફસંપ ને કડવાશ સૌ પ્રભુ ભારતમાં, પ્રસરાવી કુશળતા ક્ષેમ દેજે ભારતમાં બધી ધરા લીલીછમ રાખજે પ્રભુ ભારતમાં, મેં માગ્યા મીઠા મેહ દેજે ભારતમાં સુખી જીવતર સાદું આપજે પ્રભુ ભારતમાં, વળી ધીંગા ઘડબા દેહ દેજે ભારતમાં દે ભુગર મગ શી બાજરી પ્રભુ ભારતમાં, વળી મેતી સરખી જુવાર દેજે ભારતમાં. દે પરસેવાના પાક સહુ પ્રભુ ભારતમાં, જે જોતાં ઉપજે પ્યાર દેજે ભારતમાં. મતવાલી ભેંશે આપજે પ્રભુ ભારતમાં, ગરી ગાવલડીનાં દૂધ દેજે ભારતમાં શુભ ઉદ્યમ એવા આપજે પ્રભુ ભારતમાં, તન મન ધન થાયે શુદ્ધ દેજે ભારતમાં. દે ભૂપતિ પ્રેમભભુકતા પ્રભુ ભારતમાં, વળી પંચ ધરમનાં ધામ દેજે ભારતમાં દે મહાજન સૌ સતવાદીઆ પ્રભુ ભારતમાં, વળી ગોકુળિયશાં ગામ દેજે ભારતમાં. દેજે રણજતે રેંટિયે પ્રભુ ભારતમાં, વળી ઉજળા દેવ કપાસ દેજે ભારતમાં. તારી કૃપા એના પર ઉતરે પ્રભુ ભારતમાં, ત્યાં સૌને સરસ સમાસ દેજે ભારતમાં.
(“શારદા”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com