SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શુભસગ્રહ-ભાગ ૭ મા પડે છે (સ્પ્રંગલ ફ્ાર એકઝીસ્ટન્સ). આ જીવવા માટેની જહેમત અનેક નબળાં અને જીવવાને માટે અયેાગ્ય એવાં પ્રાણીઓને સંહાર કરે છે. તેઓ પૃથ્વીના પટ પરથી ભુંસાઇ જાય છે, તે નાશ પામે છે અને આજે માત્ર તેમનાં શરીરપિંજરા કાઇ કાઇ વખત ખાણુ ખાદતાં મળી આવે છે. જીવનસંગ્રામ અને જાતિસુધારણા કુદરતમાં અત્યારે આ જીવનસ ગ્રામ એટલે! તેા વેગવત અને બળવાન છે કે જીવનસંગ્રામની લડતમાં પ્રાણીએ તેમના શરીરના જુદા જુદા અવયવા ખીલવે છે. સિંહની યાળ, અને વાધના નખ, હરણના નાના પગ, તેમજ માનવનું તીરકામઠું' એ બધી શાધેા જીવનસંગ્રામનને લીધેજ થઈ છે. કુદરત આમ પેાતાને કારમેા કારડા વિંઝતીજ જાય છે, અને કુદરતના આ સંહારમાંથી બચવા માટે માનવજાતિએ એક રીતે કહીએ તા સરકારતત્ર સ્થાપ્યું છે. આમ માનવજાતિના વિકાસનાં મૂળ, તેમજ મનુષ્યે ખીલવેલી અનેક શક્તિએનાં મૂળ જીવનસંગ્રામમાં રહેલાં છે. જીવનસંગ્રામે તે। માનવજાતિને ખીલવી છે; પણ હવે સમય આવી પહેાંચ્યા છે, કે જ્યારે કુદરત કંઇ પણ પગલાં લે ત્યાર પહેલાં માનવે હવે આગળ પગલાં મૂકવાની જરૂર છે. કારણ કે કુદરતના કારમા કાયદાઓથી બચવા માટે આપણે સંસ્કૃતિ સ્થાપી છે. સ'સ્કૃતિએ ઉમાં કરેલાં કૃત્રિમ સાધનાએ માનવજાતિને કઈંક અંશે રક્ષણ આપ્યું છે અને જીવનસંગ્રામનુ સ્થાન હવે વગ સ’ગ્રામે લીધું છે. વિજ્ઞાનની જરૂર તેથીજ અત્યારના યુગમાં જાતિ-સુધારણાના જ્ઞાનના પ્રચાર અને અનુકરણ અતિ અગત્યનાં છે. સંસ્કૃતિની સ્થાપના સાથે કુદરતી અકુશા એછા થતાં સારી પ્રજા ઉત્પન્ન કરવા માટે જરૂરની વસ્તુએ વિસરાઇ ગઇ છે. પૂર્વાંકાલીન કાળમાં દરેક ખાળકને બળવાન બનવાની ફરજ પડતી. અત્યારનું માયકાંગલું બાળક ખી. એ. બની જાય છે. આમ જીવનપલટા સાથે શારીરિક શક્તિ તેમજ માનસિક શક્તિવાળાં સતાનેા ઉત્પન્ન કરવા તરફ એબ્રુ. લક્ષ અપાય છે. તેથીજ અત્યારે તિસુધારણાએ શીખવેલાં સાધના પર વિશેષ લક્ષ અપાવું જોઇએ. (તા. ૧-૨-૧૯૩૧ ના “પ્રજામિત્ર કેસરીમાંથી) ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy