SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નમાળા પહપ ११३-रत्नमाळा (સંગ્રહ કરનાર એક બહેન) ૧-મનુષ્ય જેટલો ઉપદેશથી સુધરતો નથી, તેટલો એ વાંચનથી સુધરે છે. ૨-હિંસા કરનારને પિતાની કે પિતાનાં પ્રિય નેહીઓની હિંસા કરવી ઐતી નથી, અસત્ય બોલનારને પણ પોતાની પાસે અસત્ય બોલનાર પર રીસ ચડે છે. ચોરને પણ પિતાની વસ્તુઓ ચોરનાર પર ક્રોધ ચડે છે. મલિન રહેનારને પણ બીજાથી પિતાને થતું મલિનપણું ગમતું નથી. પરોપકાર ન કરનારને પણ પિતા પર બીજના ઉપકારની ઈછા રહે છે. નિર્દયને પણ પિતા પર બીજાની દયાની આકાંક્ષા રહે છે. મન વશ નહિ રાખનારને પણ બીજાનું શાંત મન રૂચે છે, અને ક્ષમા નહિ કરનારને પણ પિતા પર બીજાની ક્ષમાં ગમે છે. આમ દુર્ગુણનેય ગુણની કિંમત છે. ૩-જેમ ખેડેલી જમીનમાં વૃક્ષને ઉછરવા માટે પૂરતું પોષણ મળે છે, તેમ અભ્યાસથી કેળવાયેલી બુદ્ધિ મોટાં કાર્ય કરવા પ્રેરાય છે. જે બુદ્ધિ કેળવાયેલી નથી તે, વણખેડેલી જમીન જેમ છોડને મુંઝવે છે, તેમ પ્રાપ્ત થયેલા કાર્યને ગુચવે છે. ૪-જ્યાં સુધી પોતાને માણસ વિરુદ્ધ પક્ષમાં ભળી જતો નથી, ત્યાં સુધી પારકાથી પિતાને નુકસાન થતું નથી. દોરડામાં પરેવેલી હજાર કુહાડાના પાનાની માળા જોઈ વૃક્ષો કંપવા લાગ્યાં ત્યારે એક વૃદ્ધ વૃક્ષ બેલ્યું કે “ભય પામશે નહિ. હજી કોઈ આપણે જાતદ્રોહી એમનામાં ભળ્યો નથી.” પ-અતિ પરિચયથી તિરસ્કાર ને નિરંતર સહવાસથી અનાદર થાય છે. મલય પર્વતમાં રહેતી ભીલડી અતિ પરિચયને લીધે ચંદનવૃક્ષના કાઝને બાળવાનાં ઈધન કરે છે. ૬-સજજનો નાળિયેરની પેઠે માંહેથી કમળ છતાં ઉપરથી કઠોર દેખાય છે. દુર્જને બોરની જેમ અંદરથી કઠેર છતાં ઉપરથી કોમળ દીસે છે. ૭–સ્કૂલ શરીરવાળો હાથી નાનાશા અંકુશને વશ છે. જરાસરખે દીપક પ્રગટતાં સર્વ અંધારૂં નાશ પામે છે. વજ પડતાંને વાર પર્વત ફાડી નાખે છે. સ્થિતિ, વય કે આકાર કરતાં તેજ (બળ) વિશેષ બળવાન છે. ૮-હરણ, હાથી, પતંગિ, મત્સ્ય ને ભ્રમર, એ પાંચ પ્રાણુંએ ક્રમવાર શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધમાં અતિ આસક્ત થવાથી પોતાને નાશ કરાવે છે. જે એકજ ગાફલ મનુષ્ય એ પાંચ ઈદ્રિય વડે પાંચ વિષયને આસક્તિથી સેવે, તે તે જરૂર હણાય એમાં શંકા નથી. | (“નવચેતન”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy