SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસંગ્રહ-ભાગ ૭ મે મળે તેમ કોઈ મહાત્માની આશિષે કવિ થયો. પ્રેમાનંદ સાહિત્યના ફુવારા જેવો છે. ઘી ઢોળાય તોય ખીચડીમાં, તેમ તેને છલકાતો રસ તેના શિષ્યોમાં છે. તેની મહત્તા નવો પંથ શોધવામાં કે નવી ગાદી સ્થાપવામાં નથી, પણ ગરીબ ઝુંપડીને તાલેવંત હવેલીમાં ફેરવવામાં છે. અશક્તને શક્તિ આપવા કે મૂંગાને વાચા આપવા જેવી તેની સાહિત્યસેવા છે. સાહિત્ય તેણે ખેડ્યું છે. તેની કવિતાને રંગ ઘેરો છે; સાદ ઘુઘવતો છે. ધર્મ તેને મન પ્રતિમાના વસ્ત્ર જેવો છે. તેની કવિતાને ઢાંકતા વાગા ધાર્મિક છે, પણ તેની મૂર્તિ તે એજ જમાનાનું ઘડતર છે. તેની ભાષા પાનખર ઋતુ પહેલાંનાં પાન જેવી છે. જે કાળે સર્વ કંઈ પદ્યમાંજ લખાતું તે કાળની કવિતાના રાગ છંદ કીમીઆગરના કીમીઆ જેવા છે. પ્રેમાનંદની કવિતા પરોક્ષ વાચક માટે લખાયેલી નથી, પણ પ્રત્યક્ષ શ્રોતાઓ સાંભળવાની છે. સાંભળનારને રસ પડે અને આતુર રહે એટલું જ નહિ; પણ ઉલટસુલટ રાગરાગણીના પલટાથી શ્રોતાને વક્તા કાબુમાં રાખતો. એનાં આખ્યાનોના ગુણરૂપની છુપી ચાવી અહીં છે. પુરાણી અને માણભટના ધંધામાં ગવૈયા જેવું ગાન ગાવાનું નથી, પરંતુ કંઈક ચાળા ચટકા તે કંઈક દલીલદાખલાથી રસ જમાવવાનો છે. આથી જ તેનાં કાવ્યો અને નાટક વચ્ચે બહુ ભેદ નથી. પ્રેમાનંદ પાકો પુરાણું છે. જમાનાના માનસને મળતા તેના વિચારે છે. હિંદુ માનસ ભાવીના ખોળે જગતની રમત નીહાળે છે. લક્ષ્મી અને રાજ્ય નશીબના ખેલ મનાતા. જીવન જુગટાના પાસા જેવું હશે. બુદ્ધિ ઈશ્વરને અનુગ્રહ ગણાતો. સ્વર્ગ અને નરકમાં લકોને શ્રદ્ધા હતી. પાપ અને પુણ્યનાં પોટલાં કર્મથી બંધાતાં. અંતે સત્યને જય થવાને એવી સેનેરી આશા રહેતી. વર્ણાશ્રમ ઈશ્વરી લેખ મનાતો, સતયુગ આથમ્યો હતો, કળિયુગ બેઠેા હતો. કલ્પિત સતયુગમાં માનનાર હિંદુ માનસ કલ્પનાએ હજારો વર્ષ જીવ્યું છે. પ્રેમાનંદ એ સ્વનવશ માનસને ટકાવે છે, એટલું જ નહિ પણ સિંચે છે. શ્રોતાને રીઝવવાનો મનસુબો એમાં હતો. તે સચોટ ચિતારે છે. અક્ષરરૂપે આયનામાં આપણું જીવનસંસારનું પ્રતિબિંબ પાડી રહ્યો છે. જૂના ચિત્રના ઉડેલા રંગમાં ફરી તે રંગ પૂરે છે. પાત્રનું શબ્દચિત્ર એજ એના આલેખનની મહત્તા છે. શામળશાહની હુંડીમાંથી વાણીઆનું ચિત્ર જુઓ - “વેશ પુરો આયો મારે વહાલે રે, નાથ ચઉટાની ચાલે ચાલે રે, છે અવળા આંટાની પાઘડી રે, વાલાજીને કેમ બાંધતાં આવડી રે? દીસે વાણુઓ ભીને વાન રે, એક લેખણ ખોસી છે કાન રે. હસતાં ખાડા પડે બહુ ગાલ રે, મેટી આંખ દીસે અણુઆળ રે, www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy