________________
પ્રેમાનદ
૪૩૯
ઉછરતા, તેા ખીજા માટે તાજમહેલનાં સ્વપ્ન ગુ થાતાં. એ અરસામાં જહાંગીર એક વર્ષ (૧૬૧૭) ગુજરાતમાં આવી રહ્યો હતેા. ગુજરાતનાં શહેરામાં સુરત ઉપર સૌને ડાળેા રહેતા. કંદહાર, બંગાળ અને દક્ષિણ સર કરવા મેાગલાઈ મચી હતી. વિશ્વામિત્રીને આરે વડાદર ઢાંકયું. હતું. તેને દરવાજે મેાગલ તાપે ગગડી ન હતી. જમાનેા કળા–કારીગરીને હતા. ગુજરાતમાં દિલ્હીથી સુબાએ આવતા અને જતા. મુસલમાનાએ ગુજરાતમાં મસ્જીદે અને કિલ્લા ખાંધ્યાં, કાજી અને કાટવાળ નીમ્યા; પણ પાષાણ જેવા હિંદુ સમાજને છિન્નભિન્ન ન તે નજ કરી શક્યા. હિંદુ રાજસત્તા ગુમાવતાં ધાર્મિ ક જુસ્સા રાખી રહ્યા હતા; છતાંયે પાંચસેા વર્ષ સુધી યવન રાજ્ય ગુજરાતમાં ધર કરી રહ્યું હતું. સાયે ગુજરાત વેપારવણજ અને ખેતી ઉપર ટકી રહ્યું હતું. ગુજરાતનું ધન સાના ચાંદી અને ઝવેરાતમાં એકઠું થતું. ઉપદ્રવ વેળા તે જમીનમાં દાટી દેવાતું.
સે વ પહેલાંના સાહિત્યને સમજવા માટે સમાજમાં બ્રાહ્મણના માળે અને વાણીઆની શાખ જાણવી જરૂરની છે. ધના નાદે બ્રાહ્મણા આખા સમાજને રમાડતા. ગુજરાતમાં લક્ષ્મી વેપારે આવતી. ગામમાં નગરશેઠની સત્તા રહેતી, અને મહાજનની આણુ કરતી. નાતજાત હેાવા છતાં ગામડાં અને શહેરમાં લેાકેા ભિન્ન તાંતણે વણાયલા એકજ લૂગડા જેવા એકમેકથી હળીમળી રહેતા. વૃદ્ધોની આમન્યા ઉપર સંસાર ટકતા. દિવસે કામે અને રાતે લેાકેા નવરા રહેતા. દેશપરદેશના સમાચાર ઉડતા બજારમાં આવતા, ત્યાંથી શેરીચકલે પ્રસરતા. દાંડી પીટાવી કે પડેા વગાડી લેાકેાને નવાજૂની અપાતી. ગામને કૂવે કે નદીએ પાણી ભરતાં થતી ચાડીચુગલી ઘેરેઘેર પહેાંચતી. દેવદન જતાં સ્ત્રીઓ મલકાતી. દાંત રંગવા કે માઢે જીદણાં પાડવાં એ સૌદર્યાંમાં ગણાતું. આધેડને કથા સાંભળવાની અને વૃદ્ધોને જાત્રા જવાની હાંશ રહેતી. મહેતાની નિશાળે એકડે છુટવામાં વિદ્યાભ્યાસ પૂરા થતા. કુટુંબમાં વહુને ખાળા ભરવાની આશામાં મહાલવાની કે ડેાસીડેાસેા મરતાં છલકાતે ઘીએ તેરમું કરવા લાલચ થતી.જીવનમાં ગતિ હતી પણ ગાડાની; ધ્વનિ હતા પણ ધંટીને. મેટાં બંદરાએ વહાણા નાંગરતાં; નાનાં શહેરામાં વણુઝારા જતા; ધ શાળામાં વટેમાર્ગુ ઉતરતા;ગામની ભાગાળે સાધુ-જિત ધૂણી જમાવતા. માણભટની કથા સાંભળતાં કે રામલીલા જોતાં રાત જતી. પૈસાદાર હામહવન કરતા કે દેવમંદિર ખધાવતા. કૂવા ખાદાવવેા, વાવ ચણાવવી કે ધશાળા બાંધવી એ ધ ગણાતા. ઉજાણી, વારતહેવારના મેળા, લગ્નસરા કે એવ મેાટા પ્રસંગા ગણાતા. પતિ મરતાં સ્ત્રી સતી થતી. ગુજરાત ધર્માંધેલું હતું. આવી કંઇક સમાજછાયામાં પ્રેમાનંદ ઉર્યાં હતા. આંધળાને અચાનક આંખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com