SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમાનંદ ૪૪૧ બે કાને કુંડળ ઝળકે રે, નાસિકા દીવાની શળકે રે; દીસે દાંત રૂડા હસતા રે, હીરા તેજ કરે છે કશતા રે. ત્રીકમજી વણીકની તોલે રે, નાથ ઉતાવળું ને બોબડું બોલે રે, સેનાની સાંકળી ને કંઠે દોરો રે, કેડે પાટીઆને કંદોરો રે; ઝળકે ઘનરેખ હથેલી રે, આંગળીએ વિંટી ને વેલી રે. સાદી એક તાઈ પહેરી છે હરજી રે, એને શીવનારે કેણ દરજી રે, છે ટુંકડા બંધન બેવડા રે, ગુણ ક્યાંથી શીખ્યા પ્રભુ એવડા રે; કરે આડે હાથે લટકો રે, સાદી દોરીને કેડે પટકે રે. પટકે લટકે પુમડા જોત રે, કેડે બેસી પીતળની દોત રે, કી કી તે કૌતક ભાળીએ રે, ઠાલી ગાંઠ વાળી બે ચાર ફાળીએ રે; એક એઢી પછેડી ખાંધ રે, નાથ ડુંડાળો ને મોટી ફાંદ રે.” એનાં અપહરણ એ ચેરી નથી કે દોષ નથી. રામાયણ, મહાભારત અને ભાગવત જેવા ગ્રંથમાંથી લેવાય તેટલું લીધું છે. પણ એ તો નવી વાડી માટે જૂની વાડીની માટી લેવા જેવું છે. નવા છોડ માટે જૂના છોડનાં બી લેવા જેવું છે. તેને ચમત્કારી હાથ ફરતાં કટાયલી વસ્તુ ફરી દીપી ઉઠે છે. આખ્યામાં સ્વર્ગ, નરક, પૃથ્વી અને પાતાળને ફરી વળતે સેતુબંધ છે. અલકાપુરી જેવી દ્વારકા જતાં સુદામાને સાથ કરવા આપણને મન થાય છે. દમયંતીનો સ્વયંવર જે હતું કે બાહુકના ઘોડા સાથે ઉડયા હતે તે ! સાહિત્યસૃષ્ટિમાં ઘડીભર દેવદાનવ માનવ થઈ રહે છે. જગતના સર્વ મહાન સાહિત્યની ઉત્પત્તિ ધર્મને ખળે છે. શ્રુતિ સ્મૃતિ દ્વારા આર્યોએ જતન કરેલું સાહિત્ય ઇતિહાસમાં અદ્વિતીય છે. સંસ્કૃતની ડોક મરડી પ્રાકૃત પગભર થયું છે. શાકુંતલ, મેઘદૂત, ગીતવિદ જેવું જગતની પ્રથમ શ્રેણીનું સાહિત્ય સર્જાયા પછી વળી ફરીથી આપણને સાહિત્યની બાળાક્ષરી ઘુંટવી પડી હોય, તે સંસ્કૃત સાહિત્યના રંધાવાથી, હિંદુ રાજ્યલક્ષ્મીના આથમવાથી. પ્રેમાનંદનાં સ્ત્રીપુ મહાઆશાવાદી અને આદર્શઘેલાં છે. પહેલે પડછાયે હૃદયલાન થતા યૌવનમાં અને પ્રેમની સ્વતંત્ર સૃષ્ટિમાં રાચનારાં છે. ઓખા હે કે દમયંતી છે, પણ તે તે મનનું ધાર્યું જ વરશે. માનવબંધનને ઊંચે મૂકી હૃદયબંધનને અનુસરનારાં છે. પિશાચ, ગાંધર્વથી માંડી સ્વયંવર સુધીનાં લગ્ન આખ્યામાં છે. તેનાં એકે એક સ્ત્રીપુરુષ જીવતાં જાગતાં છે, આપણી આસપાસ નજર કરતાં ઓળખાય એવાં છે. ટીમ, ડીક અને હરીની પાયા વગરની વિલાયતી વાતો વાંચતાં જે પ્રકારની નજરબંધી થાય છે તે અહીં નથી. આપણે પોતાનાજ ગામમાં શેરીમાં ઉઘાડી આંખે ફરતા હોઈએ એટલી બધી પરિચિત એની સૃષ્ટિ છે. પ્રેમાનંદ તત્વજ્ઞાનમાં તત્વવેત્તા છે, કલ્પનામાં કવિ છે, અને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy