SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ શુભસંગ્રહ-ભાગ ૭ મા ની છાંટ નહોતી. બાળકૃષ્ણના અતૃપ્તરૂપે, અદમ્ય ઉત્સાહે અગમ્ય ક્રીડાએ, સુરમ્ય મસ્તીએ, નિઃસ્વાર્થ સ્વાર્પણે ને મધુરા પ્રેમે સૌને એટલાં આકર્ષ્યા હતાં કે તેને અસંખ્ય બાળસખા થયા; એટલું જ નહિ પણ તેને અસંખ્ય બાળસખીઓ બની. તેમાં રાધા મુખ્ય હતી. યાદ રહે કે એ નિર્મળ ને નિર્વિકાર અહંતાણું એ બાળસ ખ્ય-બાળ અદ્વૈત હતું. આ બધાં તેના નામે મરી ફીટતાં, તેના કામે ગાંડાં બનતાં, તેના દર્શને મસ્ત બનતાં, તેના સાહચર્યો મુક્તિ અનુભવતાં. ને એ ગાઢ મૈત્રી, એ અજબ આકર્ષણ એટલું વજીમય બન્યું હતું કે જ્યારે કૃષ્ણ મથુરાની વાટ લીધી, ત્યારે એ ગોકુળ યમપુર થઈ પડયું. શેરીએ સૂની, ઘર સૂતાં અને માનવ પણ સૂનાં થઈ ગયાં. જાણે કેમ સૌને ઘેર કોઈ પ્રિય મરી ગયું હોય ! આંબાલવૃદ્ધ સૌ ફિક્કા પડી ગયાં, જાણે તેમનાં હૈયાં હરાઈ ગયાં હોય, બુદ્ધિ ગળી ગઈ હોય, આત્મા ઉડી ગયો હોય ! કેટલાંયને તે એ નેહસંભારણાં, એ પ્રિય વિહારસ્થળે, એ અબાલ ઉઠતા પ્રિય નાદે એવાં પીવા લાગ્યા કે આ સુરમ્ય ભૂમિ હવે તેમને મૃત્યુધામ થઈ પડયું. પિતાનું માદરે વતનપ્રિય પિતૃદેશ ખારાં ખારાં થઈ પડયાં; ને ઘણું તો ન રહી શકવાથી એ ભૂમિને છેલ્લા પ્રણામ કરી દૂર દૂર નીકળી ગયાં. આવી માહિની લગાડનાર કૃણ તે વખતે માત્ર દશ અગીઆર વર્ષના હતા. અને દશ અગિયાર વર્ષને ગોકુળાને ગાંડાં કરી દેનાર આ બાળક કે પ્રતિભાવન હશે, એ ક૯પીએ છીએ ત્યારે અંતર ઉભરાઈ જાય છે. અવંતીમાં ત્યારે ઋષિ સાંદીપનનું ગુરુકુળ જગપ્રસિદ્ધ હતું. કૃણ ત્યાં અભ્યાસાર્થે આવે છે; ત્યાં વિધવિધ કળાએ, કુશાગ્ર બુદ્ધિએ, કમનીયતાએ ગુરુના, ગુરુપત્નીના, ગુબંધુના ચિત્ત ચોરી લે છે. મરી ગયો માની બેઠેલા ગુરુપુત્રને અજબ રસાયન સાધી આ સવા શિષ્ય જીવિત કરે છે, અજબ ચંચળતા સાધી સૌને ચમકાવે છે, અને સંપૂર્ણ વિદ્યા સાધી–સુદામા જેવા રંક બ્રહ્મબંધુનું નિર્મળ સખ્ય સાધી વિદાય લે છે. મથુરાનો મોહ છેડી–સ્વસામર્થ્યને જ શ્રેયસ્કર સમજતો એ સ્વકર્મવીર સૌરાષ્ટ્ર સર કરે છે. સમુદ્રકાંઠે એક અને અડ, અનુ. પમ અને અદ્વિતીય, એ વખતના ઇતિહાસે અવર્ણ ગણુયલી પુણ્યધામ દ્વારિકા વસાવે છે. (જે જગતનું જોવા લાયક સર્વશ્રેષ્ઠ સ્થળ થઈ પડે છે. હજારો બલકે લાખો ગાઉના યાત્રીઓ આવી જીંદગી ગાળવા છતાં એની વિવિધતા પૂરી મહાણુ શકતા નથી. એવી એ દ્વારિકા હતી.) અને ત્યારથી કૃષ્ણ કરતાં એ દ્વારિકાધીશ તરીકે વધારે પ્રસિદ્ધ થાય છે. તેની કીર્તિકૌમુદીથી મુગ્ધ બનેલી–તેના સિવાય બીજાને www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy