________________
પુરુષોત્તમ શ્રીકૃષ્ણ
૪૨૫ ભાઈ બાપ માની બેઠેલી મનોમુગ્ધા–ચ્છિત વરનારી-દઢ મનવાળી રુકિમણીને કન્યાની સ્વતંત્રતા છુંદી મરજી માફક પરણાવવા મથતા કુટુંબાએથી-કન્યાની મરજી વિરુદ્ધ પરણવા માગતા મદોન્મ રાજવીઓથી-દુશ્મનોના દવ વચ્ચેથી ઉંચકી લાવી પિતાની ધર્મપત્ની બનાવે છે. ને એવું સચર-સંયમન સાધે છે કે એ એકપત્નીવ્રતધારી-દઢ નિગ્રહી-ઋતુમાં પણ માત્ર ગર્ભદાનક રહી આર્યોનું અસીધારા જેવું ગૃહસ્થ બ્રહ્મચર્ય વ્રત સાધી, સંસારી છતાં બાળબ્રહ્મચારીનું અનંત બીરૂદ મેળવે છે.
અને જ્યારે એક દુર્બળ, અકિંચિન, ચીંથરીઆ, મરવા વાંકે જીવતા એ રંક બ્રાહ્મણને એ સશકત ને સુબાહુ રસ નીતરત ને લક્ષમીમાં બદબદત રાજવી બાથમાં ઘાલીને ભેટે છે; ત્યારે એ લંગેટીઆ મિત્રોનું સ્નેહાલિંગન–એ રંકરાયનું અભેદ મિલન વજહૈયા ને પણ ભીંજવી મારે છે.
અને તેની દરિદ્ર સ્થિતિ, ગરીબીની યાતના, ભૂખડી બારશપણું જાણવા છતાં તેનું અયાચકપણું પરીક્ષવા અને અમર કરવા એક પાઈ હાથોહાથ ન આપતાં ભેટી વિદાય દે છે. ત્યારે દેખાતી કુંપણતા નીચે ઉછળતું વિશાળ અંતઃકરણ ઝળહળી રહે છે.
અને એ નિધન-નિઃસ્પૃહ મિત્ર છંદગીભર ભૂખને બખેલો છતાં–ચાહીને હાથ લંબાવવા આવેલ છતાં-મિત્રતા ન લજવતાં નિર્વિકલ્પ વિદાય થાય છે. એ દશ્ય ખરેખર પ્રેરક છે.
અને સુદામા ઘેર પહોંચે ત્યાર પહેલાં એ મિત્રને તારણહાર જાણે દ્વારિકાને ટક્કર મારે એવી રસસમૃદ્ધિથી ઉછળતી નગરી જાણે આકાશમાંથી ઉતરી આવી હોય એમ-પિતે કાંઈ ન આપ્યું હોય તેમ પિતાનાથી પણ શ્રેષ્ઠ વૈભવ ને સમૃદ્ધિ તેના પર છાવર કરે એ કલ્પના-એ સભ્યતાનાં ગુણગાન થઈ શકે એમ નથી.
તેની અજબ ને અફર બુદ્ધિ ચક્રાકારનું સુદર્શન અસ્ત્ર શોધે છે, જેને પ્રતીકાર જગતમાં નથી. જે છૂટે તો ગમે તેવા ને ગમે તેટલા દુશ્મનને કચ્ચરઘાણ કાઢી નાખે, ને વળી પાછું પિતા પાસે આવી જાય. આવો તે એ ધનુર્વિદ્એટલું જ નહિ પણ એનું ગરુડાકારી વિમાન એવું અને એટલું પ્રસિદ્ધ હતું કે જેના ઘેષથી જેવા તેવાના ગર્ભ ગળી જતા. જેના નામે દુશ્મને પૂજતા, મિત્રો આલ્હાદતા ને દેખાવે માત્ર જીવતો ગરુડજ જોઈ લ્યો. તે ઉડતું ત્યારે પાંખ જેમ ફેલાતું, તેમાં આકાશી તત્ત્વ શોધી એવી યુક્તિ રચી હતી કે અમુક અવાજના સ્પર્શે એ આવે ને અમુક અવાજના સ્પર્શે એ ચાલ્યું જાય. ધાર્યું કામ આપે, ઉંચે ચઢવું, નીચે જવું, પવનથી પણ વધારે દોડવું, પાણુમાં, જમીનમાં, આકાશમાં ગમે ત્યાં વહેવું અમુક કળ દેતાં માર માર કરતું દુશ્મનને ભેદી નાખે એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com