________________
vvvvvvvvvvvvvvvvvvvvvvvuwuw
u
ભૂતકાળની એક વાત
૩૫૧ હતી. એટલે તેની ગોદમાં ઉછરતાં ઉછરતાં બાળક સહદય, શરાતનવાળો અને કેળવણીના પ્રભાવે ઉદારચરિત તથા સારી સમજણવાળો થવા લાગ્યો. પોતાના પુત્રથી પણ અધિક પાળે એવા કાકાની સંભાળ નીચે તે ખૂબ આનંદમાં અને તંદુરસ્તીમાં રહેતો હતો. ઉછેરની આ વ્યવસ્થામાં કયું બાળક સુંદર રીતે ન ઉછરે ? સારા ઉછેરના કોઈ પણ સાધનની ખોટમાં સ્વાર્થ જેમ કેટલેક ઠેકાણે ઉછેરને બગાડે છે, તેમ આ જગાએ સ્વાર્થ તે લેશ પણ ન હતો. વર્ષો વીતતાં ગયાં, તેમ લાયકાતમાં કુમાર આગળ વધતા ગયા; અને તેમની ઉંમર વધતી ગઈ તેમ તેમ કાકાની જવાબદારીઓ વધતી જતી છતાં “હવે થોડાજ કાળમાં એનું હું એને મેંપી દઈશ” એ વિચારની હોંશથી કાકાનું જવાબદારીવાળું જીવન આશાના વહનમાં ને વહનમાં આનંદમાં રહેતું. કાકા સમર્થ રાજપૂત હતા. રાજવીને સગો ભાઈ હોવાથી રાજવીના બધા ગુણે તેનામાં હતા; એટલે ભાયાતોને પિતાની સાથે રાખવામાં, અધિકારીઓને બરાબર પોતાના અધિકારની હદમાં રાખવામાં, ખટપટ અને તોફાનને દબાવવામાં તે સુચતુર હતા. પિતાનાજ વખતને માટે નહિ પણ બાળક ઉંમરલાયક થઈ ગાદીએ આવે ત્યારે કેાઈ જાતની ઉપાધિ રાજ્યમાં રહે નહિ એવો એણે પ્રબંધ કર્યો હતો. જે સગીર નરેશને આ સંભાળ રાખનાર મળે તે નશીબદાર છે. હાલમાં ઉંચી કેળવણીના સમયમાં તેવા હૃદયને કોણ જાણે કેમ કયે કમનસીબે અભાવ છે. જોધપુરને તે વખતે તેવો એક નર સાંપડયો હતો, કે જેણે પોતાની જવાબદારીના વખતમાં રાજ્ય સારૂં ચલાવ્યું અને બાળકને ઉછેરવામાં એવો બનાવવાનો પ્રયત્ન કર્યો, કે જે પિતાની જીંદગી સુખરૂપ ભેગવતાં ભોગવતાં રાજ્ય તરફ ભક્તિભાવથી વર્તે.
જ્યાં આવી જાતનો પ્રબંધ હોય છે, ત્યાં વર્ષો જતાં વાર લાગતી નથી. સાત આઠ વર્ષની ઉંમરમાં બાળરાજ્યવહીવટ થયો હતો તે અગિયાર વર્ષ પૂરાં થયાં ત્યારે બાળજીંદગી પૂરી થઈ. અને રૈયત હર્ષથી નીરખી શકે એવો રાજ્યાભિલાષી યુવાન તૈયાર થયો. કાકાની જીંદગી તો તેને માટે જ હતી. એટલે તેમને વિચાર થયો કે ભત્રીજો હવે પરણીને ગાદીએ બેસે તે મારી આંખો ઠરે. સારું મુહૂર્ત જોઈને રાજ્યાભિષેકનો દિવસ ઠરાવ્યું. રાજ્યોમાં, ભાયાતોમાં, રૈયત વર્ગમાં એ શુભ દિવસનાં આમંત્રણ મોકલાવ્યાં. બીજે દિવસે સવારે રાજ્યાભિષેક થવાને હતો. તેને આગલે દિવસ કાકાએ ભત્રીજાને કહેવરાવ્યું કે, આજ આપણે બંનેએ સાથે એકલા શિકારે જવું છે. નેહમાં ઉછરેલ, આંખની કીકીના જેવી સંભાળથી પોષાયેલો અને બાળપણથી જ કાકાના ખોળામાં રહેલ એવા એ કુમારે એ કહેણ માથે ચઢાવ્યું. રાજા થયા પહેલાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat