SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર શુભસંગ્રહ-ભાગ ૭ મા દીકરાતરીકે કાકા સાથે છેલ્લો શિકારને આનંદ લઈ લઉં એવો તેને ઉત્સાહ થયો. શિકારે જવાનો વખત ૧૧ વાગ્યા હતા. કાકેભત્રીજે સફેદ અશ્વ ઉપર સજજ થઈને નીકળ્યા. ઉનાળાના દિવસો હતા. મારવાડ એટલે મભૂમિ. રેતીનું રણ અને ઉનાળાને સૂર્ય. પછી ગરમી માટે શું પૂછવું હોય ? વિશ્રામને માટે ઝાડ આ સુધરતા જમાનામાં પણ મારવાડમાં થોડાં છે, તે એ કાળમાં છાયાની આશા શાની હોય? ત્રણેક ગાઉ ગયા પછી સૂર્ય બરાબર મધ્યાહને માથા ઉપર આવ્યો હશે ત્યારે કાકાએ કુમારને હુકમ કર્યો “ભાઈ ! ઘોડા ઉપરથી નીચે ઉતરી જાઓ.” વિશ્વાસુ કુંવરે તેમ કર્યું. નીચે ઉતર્યા પછી હુકમ થયે “પગરખાં કાઢી નાખો.” આશ્ચર્યચકિત કુંવરે તે પણ કર્યું. મહેલમાં પણ ઉઘાડે પગે ન ચાલનાર બાળકને ધગધગતી રેતીમાં પગ મૂકતાં શા ભા થયા હશે તે એવી સ્થિતિ ન ભોગવી હોય એવા માણસો અટકળ પણ ન કરી શકે. પગરખાં પગમાંથી નીકળી ગયાં. જમીન ઉપર પગ મૂકતાં એક પગ મૂકે અને એક પગ અદ્ધર લે તેમ વારાફરતી ઘોડાના થનથનાટ માફક બાળક થનથનાટ કરવા લાગ્યો. કાકાના હાથમાં ચાબૂક હતા. એક ચાબૂક ફટકાવી કાઢીને કાકાએ કહ્યું “મારા ઘોડાની આગળ દોડ.” આગળ ભાવિ નરેશ અને પાછળ ઘોડા ઉપર સવાર થયેલો કાકે. ઘેડો દોડતો જાય અને કુમાર આગળ ભાગતો જાય અને ભાગતાં ભાગતાં ચાબૂકના સોટા વાંસામાં પડતા જાય, આંખમાંથી અશ્રુ વહેતાં જાય, પગનાં તળિયાંમાં ફેલ્લા પડતા જાય, રાજપૂતી હિંમત છતાં મુખમાંથી રડવા જેવો અવાજ નીકળતો જાય; એવું દશ્ય ત્યાં થઈ રહ્યું. લગભગ માઇલેક દોડાવ્યો હશે, પછી ઉભો રાખી સાથે લઈ લીધેલાં પગરખાં પહેરાવી કાકાએ સાથે દરવેલા ઘોડા ઉપર કુમારને ચઢી જવા હુકમ કર્યો. થરથર બ્રિજતે શરીરે રીસને દબાવી અને મારે અધિકાર થશે ત્યારે કાકાને ધાણીમાં ઘાલી તેલ કાઢીશ એ નિશ્ચય કરતાં કરતાં કુમાર ઘોડા ઉપર ચઢો. શહેર કાંઈ બહુ દૂર ન હતું. દોડતે ઘોડે થોડાક વખતમાં બધા રાજદરબારમાં આવી પહોંચ્યા. મહેલમાં દાખલ થયા પછી શિકારથી આવીને જેમ માણસ સ્નાન કરી સ્વચ્છ થાય, તેમ કાકો ભત્રીજે સ્નાન કરી પોતપોતાના આગારમાં ગયા. યુવાન રાજા મનમાં ને મનમાં સમસમી ગયે. ગાદી ઉપર આવવાને હજુ ૮ દિવસની વાર હતી. એટલે શું કરવું તે બાબત કોઈની સલાહ લેવાની તેને જરૂર લાગી નહિ. પણ પડેલું દુઃખ કેાઈને કહ્યા વગર કે એકલું બેસીને રડી લીધા વગર એ હું થતું નથી. તેની મા પાસે જઈને તે દિવસે બનેલ હકીકત યથેચ્છ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy