________________
૯૫–ગૃહદેવીઓનું મંગળ ગીત
( લેખક:–નર્મદાશંકર બાલાશંકર પંડયા ) અમે સ્નેહ ને સૌજન્ય કેરી દેવીએ રે લોલ, અમે વર્ગથી સંસારતટે ઉતર્યા રે લોલ. અમે શાન્તિ ને આનંદ બધે રેલીએ રે લોલ; અમ હાસ્યમાં તે તેજના અંબાર છે રે લોલ. અમે વાણીથી સ્વર્ગસુધા રેડીએ રે લોલ; અમ નેણુમાંથી પ્રેમની ધારા ઝરે રે લોલ. અમે ધાત્રીએ સંસારની કહેવાઈએ રે લોલ; અમે વીર કાંઈ ઉગમાં હુલાવીએ રે લોલ. અમ ઉરથી અમૃતની શેર ઝરે રે લોલ; અમી પાઈને દેવાંશીઓ ઉછેરીએ રે લોલ. અમે વિશ્વના સંતાપ સવ ફેડીએ રે લોલ; તખ્યા માનવીને છાંય શીળી આપીએ રે લોલ. દુઃખી માનવીનું શિર અક રાખીએ રે લોલ, અમે ઉતર્યા રેતાંનાં આંસુ લૂછવા રે લોલ. અમ હાસ્યથકી શેલતો સંસાર છે રે લોલ; અમે વિશ્વમાં સૌન્દર્યના અવતારશાં રે લોલ અમે કાન્તની માનીતી ગ્રહદેવીએ રે લોલ, અમે રાજી તો પ્રભુ સદા પ્રસન્ન છે રે લોલ. અમે સ્વગને સંસારમાં ઉતારીએ રે લોલ અમે નેહ ને સૌજન્ય કેરી દેવીઓ રે લોલ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com