________________
૯૪–ઍ છે એનું એ. ( લેખક-કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા )
અંજની ગીત દેશતણા દીવા પ્રગટાવ્યા, દેશમહી હીરા નીપજાવ્યા; અણમૂલાં રત્ન કંઈ દીધાં, માતા એની એ. રામ અને દેવાંશી કૃણ, સતવ્રતધારી હરિશ્ચંદ્ર; સતી સીતાને દમયંતીની, જનની એની એ. શંકર ગઉતમ ને ગઉરાંગ, નાનક વીર વિવેકાનંદ ધરમપ્રચારક ભક્તવની, ભૂમિ એની એ. વીર પ્રતાપ પૃથુ શિવાજી, ચાંદબીબી ને લક્ષ્મી જેવી; યુદ્ધવિશારદ વીર દેવીની, જન્મભૂમિ તે એ. શિયળને શણગાર સજીને, નૈહરવ્રતમાં પ્રેમ ધરીને બળતી બાળા ભડભડ ચેતે, જન્મભૂમિ તે એ. કરે ન પાછી પાની સ્વામી, સુંદરીના સૌદર્યો મહી; ક્ષત્રાણુઓ ભેટ ધરતી, નિજ શિરની તે એ. દાદા ને સુરેન્દ્ર સરીખા, ગાંધી ને ગપાળ સમાણા દેશભક્તનાં કીધાં લ્હાણું, દાતા એની એ. રે! ગૌરવ સો નષ્ટ થશે શું? સુર ઈતિહાસ લુપ્ત થશે? ઉછે, જાગે, પ્રાપ્ત કરીને, સી છે એનું એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com