________________
૧૭૨
શુભસંગ્રહ-ભાગ ૧ લે ૨-પાનું જે વધારે ગંદુ અને રંગીન (લાલ-પીળો થઇ ગયું હોય તે એક ઘડા પાણીમાં એક અથવા અર્ધા નિર્માળી (નિર્મળી એ એક જાતના ફળની મીજનું–બીનું નામ છે અને તે સર્વ ઠેકાણે મળે છે. ) ઘસીને પાણીમાં સારી રીતે ભેળવ્યા પછી બે ત્રણ કલાક સુધી તેમાંની એ ભેળવણું તેમજ જે કાંઈ મેલા જંતુ વગેરે હોય તે નીચે ઠરી જવા દેવું અને પછી ઉપરનું સ્વચ્છ પાણું નીતારી તથા ગાળી લઇને પીવું. ગંદામાં ગંદુ પાણી પણ આવી રીતે નિર્મળ-સ્વચ્છ કરી દેવાના ગુણને લીધે જ તેનું નામ “નિર્મળી ” પડયું છે. કહે છે કે, બદામની મીજમાં પણ ઉપરોક્ત ગુણ છે; પરંતુ આ લખનારે તેની કદી અજમાયશ નથી કરી. આપ ઇચ્છો તો અનુભવ કરી શકે છે.
૩-આ ઉપાય બહુ સરળ છે. ગંદા પાણીના વાસણમાં થોડોક પારો નાખો એટલે પાણી સ્વચ્છ થઈ જશે; પણ આ પ્રયોગ બાળકવાળાં ઘર અથવા જ્યાં ઘણાં માણસો એકજ ઘરમાં રહેતાં હોય, ત્યાં સાવધાનીપૂર્વકજ કરવો જોઈએ, નહિ તો બાળક તેને કઈ ખાવાની વસ્તુ સમજીને ચપાટી જાય અથવા તમારાથીજ ભૂલમાં કોઈને પાઈ દેવાને સંભવ છે.
૪-જંતુઓને દૂર કરવા માટે પાણીને ઉકાળીને પછી ઠરવા દઈ પીવું જોઈએ. આ પ્રકારે સર્વ જાતનાં જંતુ દૂર થાય છે, એમાં શંકાજ નથી; પણ એની સાથે સાથે પાણી પણ સત્વહીન થઈ જાય છે જ; કેમ કે તેમાંની કુદરતી ઓજસ–શક્તિ ઉકાળવાથી નાબૂદ થઈ જાય છે, છતાં પણ જ્યાં રોગની દહેશત હોય ત્યાં તો ખરાબ પાણું પીવા કરતાં ઉકાળેલું પાણી પીવું એજ સારું છે.
૫-કુવાને પણ સાફ રાખવાના ઉપાય બતાવીએ છીએ. કૂવામાં પરમેંગનેટ ઓફ પિટાસ નાખવાથી પાણી સાફ થાય છે. આ એક અંગ્રેજી દવા છે અને ભારતવર્ષમાં સર્વ સ્થળે તે મફત વહેંચવામાં આવે છે. તે નાખવાથી બાર કલાક સુધી પાણી પીવા ગ્ય રહેતું નથી; કેમકે તે લાલ થઈ જાય છે. એ પાકું લાલ રંગનું મટી જઇ સફેદ રંગનું થઈ જાય, ત્યારે જ તેને પીવાલાયક થયેલું સમજવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com