________________
vuuuuuuuwuuuuuuuuuuuuuuwuuuuuuww
પપપપપ
જીવતા-જાગતા જોગીઓ
૧૭૧ “સ્વામીજી ! બે શબ્દો ઉપદેશના સંભળાવે તે ઠીક!” સભામાંના કેટલાક ક્ષત્રિયોએ ઈરછા બતાવી.
હાં, હું સાંભળું તે છું કે, કાઠિયાવાડમાં ક્ષત્રિયો ઘણું છે; પણ હું તો કયાંય ક્ષત્રિય જેતે નથી. ક્ષત્રિયોને મારે શું સંભળાવવું? આ તમારી આસપાસ તે બધી વાણી આવ. હું જોઈ રહ્યો છું. ક્ષત્રીવટ છે ક્યાં ?” આપણું કાઠિયાવાડના માંધાતાઓને પહેલે ઝપાટે સાફ સાફ કહી દેવાની-સભાસમ્મુખ આમ બોલવાની હિંમત સંન્યાસીજ કરી શકે અને તે પણ સ્વામી શ્રદ્ધાનંદજીજ કરી શકે. એ પુરુષનાં આ ભૂમિમાં પગલાં એ કાઠિયાવાડનું ભાગ્ય હતું. દુઃખની વાત એટલીજ બની કે, પિતાને પ્રવાસ અને લંબાવી શક્યા નહિ. એમ થયું હોત તો અવશ્ય એમનાં દર્શન અને ઉપદેશને લાભ લઈ સૌરાષ્ટ્ર કૃતાર્થ થાત.
ધન્ય યુવક ડૉકટર આનંદપ્રિયજી ટંકારાના મહોત્સવમાં એક પુસ્મ એવો હતો, કે જેના ચહેરા ઉપર નિર્દોષતા અને આનંદના બસ ફુવારા ઉડતા છતાયે, એની સાથે વાત કરે અગર એનું વ્યાખ્યાન સાંભળે તે જાણે કે એના અંતરમાં કોઈ કારમી વેદનાની આગ બળી રહી હતી; એનું સ્થલ બટુકડું-નાનકડું હતું, પણ એની અંદર કોઈ પહાડી આત્મા વસી રહ્યા હોય એવું ભાન એ કથની સાંભળી થયા વિના રહે નહિ. ઉંમરમાં એક જુવાનીઓ માત્ર હતા, પણ ભલભલા પ્રૌઢ મરદને શોભાવે એવું સુંદર કાર્ય એણે એના ખાતે જમા કરાવ્યું છે. એ પુરુષ તે વડોદરાના પ્રખ્યાત તત્ત્વચિંતક અંત્યજેહારક માસ્ટર આત્મારામજીના ચિરંજીવી ડોક્ટર આનંદપ્રિય! એમણે શહિસંબંધમાં જે વ્યાખ્યાન સભામંડપમાં આપ્યું, તે સાંભળીને નામર્દીને પણ પાને ચઢે-અંધશ્રદ્ધાળુને પણ આંખો આવે એવું તેવી હકીકતવાળું કમકમાટી ઉત્પન્ન કરાવે તેવું હતું. મલબારના બે લાખ અસ્પૃસ્યોની તેણે વાત કરી. મલબારના અસ્પૃશ્યો કાંઈ ડભંગીઓ નથી. તેમાંથી તે હાઈકૅર્ટના જડજે, વકીલો અને સ્કૂલમાસ્તરોના વિજ નીભા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com