SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvv vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvy ૧૩૦ શુભસંગ્રહ-ભાગ ૧ લે. પાર નથી, તેમ એમની સાદાઈ પણ અપરંપાર છે. એમને ગુરુપદ નથી જોઈતું. એમને રાજમાન્ય-લોકમાન્ય નથી થવું; એ તે જ્ઞાનની પરબ માંડીને બેઠા છે! કઈ બી આવે, કોઈ તૃષાતુર આવે, એ પરબનાં પાણી રાજા અને રૈયત સૌ કોઈને માટે એકસરખાં દુ:ખહારી છે. સ્વામી શ્રદ્ધાનંદજી આર્યસમાજી સાધુ વળી રામાયણની કથા કરતા હશે? જગત પણ કેવું શ્રમમાં ભમનારૂં છે? આર્યસમાજી હાય એ તો રામાયણ અને મહાભારતને ભક્ત હોય. આર્યસમાજ એ આપણું આર્યતાને વિકસાવવાખીલવવા જમ્યો છે અને રામાયણમાં–રામમાં, સીતામાં, લક્ષમણમાં અને ભરતમાં–જે આર્યતા છે એવી કયા ગ્રંથમાં કે ક્યા જીવનમાં છે? સંન્યાસી શ્રદ્ધાનંદજી એટલે રામાયણના અભ્યાસી, પૂજારી અને કથાકાર ! સંસારમાં અને સંસારોદ્ધારની પ્રવૃત્તિમાં શ્રદ્ધાનંદજીને આજે જે વેશ પહેરવો પડયો છે, તે ઉપરથી શ્રદ્ધાનંદજી એટલે રામાયણના અભ્યાસી એ વાત લોકને નવાઈભરી લાગતી હતી; પણ જ્યારે એમણે રામાયણનું રહસ્ય સમજાવ્યું, ત્યારે આખા સમુદાયમાં એટલી શાંતિ અને તૃપ્તિ હતી, કે શ્રોતાઓને એમજ થઈ ગયું કે, ટંકારામાં આપણું આવવું સફળ ઉતર્યું. બાકી શ્રદ્ધાનંદજી એટલે તે નગ્ન સત્ય! એમની કડકાઈ એમના સદા બીડેલા હોઠ અને ભાગ્યેજ સ્મિત કરતું મુખ કહી દે છે. જગત એ એક માયા છે. એ માથા ચાલ્યા જ કરવાની છે. એની આપણને શી ચિંતા છે? આપણે તો કોઈ પણ સ્થિતિમાં આનંદમાં જ રહેવું; એ પ્રકારની સદા હસતી મૂર્તિ સ્વામીજીની હતી. એ તે કોઈ જગતની વેદનાથી ત્રાસી ગયેલા, દુષ્ટોના નાશની લાખ હકમત ગોઠવતા, મજબૂત ડગ ભરતો કે પહાડ ચાલ્યો આવે, તેમ ટટ્ટાર ચાલ્યો આવતો પુરુષવાર છે. કેટલાક બોલે છે ત્યારે બોલતા નથી લાગતા, રડતા લાગે છે! કેટલાક બોલતા નથી પણ હસતા લાગે છે! અંદરની આગને કાઈપણ ઉપાયે દાબી રાખતા બોલતા હોય અને જ્યારે બેલી નાખે, ત્યારે આગ વર્ષાવતા હોય એવા શ્રદ્ધાનંદજી લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy