SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શુભસંગ્રહ-ભાગ ૧ સ્વામીની જેના પર પ્રીતિ હેય તેના પર મારી અપ્રીતિ હોય, તે પણ હું તેનું માન રાખું છું અને કાળજીપૂર્વક તેમની સેવા કરું છું. બહારથી સ્વામી જ્યારે થાકીને ઘેર આવે છે, ત્યારે આસન અને જળ આપીને હું તેમને થાક દૂર કરૂં છું. બહારથી તેમને અવાજ સાંભળતાંજ બારણ આગળ જઈ તેમને સત્કાર કરું છું. દાસદાસીની પાસે એ કોઈ પણ વસ્તુ માગે તો હું જાતે જ ઉઠીને એ વસ્તુ આણું આપું છું. હું જ્યારે રાણું હતી, ત્યારે રાજ્યસંસારને અને દાસદાસીઓને સર્વ ભાર તેમણે મને સે હતો. હું દરરોજ પોતાને હાથે સ્વચ્છ રસોઈ કરીને યથાસમયે સર્વને જમાડતી; જાતેજ ધાન્ય અને ઘરની બીજી બધી જણસે કાળજીપૂર્વક સાચવી રાખતી; જાતેજ ઘરના નોકરો, ભરવાડ, ગોવાળો વગેરેની ખબર રાખતી અને જાતે જ ઘરસંસારના આવક ખર્ચને હિસાબ રાખતી. મહેલના આશ્રિતોની સેવામાં મને રાત્રિદિવસનું ભાન રહેતું નહિ. રોજ બધાના જમી રહ્યા પછી હું જમતી, બધાના સૂઈ ગયા પછી હું સૂઈ જતી અને વહાણું વાતાં બધાના ઉઠતા પહેલાં હું ઉઠીને ઘરકામમાં ગુંથાતી. સાસુજી કુંતીને દરરોજ હું પિતે જમાડીને તેમની સેવા કરતી. કોઈપણ રીતે તેમના ઉપર હું મારો કારભાર દેખાડતી નહિ, તેમના કરતાં ઊંચા પ્રકારનું કપડું કદી પણ પહેરતી નહિ, ગૃહધર્મમાં સર્વથા એમને આધીન થઈને ચાલતી. બીજી તરફ સપત્નીઓને (શોને) પણ માની જણું બહેન બરાબર ગણતી. કેઈ દિવસ તેમના ઉપર અદેખાઈ કરતી નહિ, તેમજ કોઈ દિવસ અનિષ્ટ વ્યવહાર કરીને કે કડવું વચન કહીને તેમનું દિલ દુભવતી નહિ. સખિ! એજ સ્વામીને વશ કરવાને મંત્ર તથા ઔષધ છે. એથી સારો ઉપાય બીજો કોઈ નથી. એને ઉપયોગ કરી જે; એટલે શ્રીકૃષ્ણ તને તદ્દન વશીભૂત થઈ જશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy