________________
- vvvvvy
૧૦૮
શુભસંગ્રહ-ભાગ ૧ બાળકે છે. તેઓને તમે પટાવશે, તેની પરવા તેઓ નહિ કરે, પણ દબાવવા જશો તે સામા થશે; અને જો તમે સ્ત્રીઉચિત વિનય અને સહનશીલતાથી તેની સાથે વર્તશે તો તે અવળા સ્વભાવને હશે, તે પણ તમારા તરફ તેને સદ્દભાવ ખેંચાશે અને તેને અંકુશમાં રાખી શકાશે.
- ૬૧-મેખલા-પ્રાગ (“વૈદ્યકલ્પતર” લેખકડ-વૈદ્ય વાસુદેવ શામળદાસ સેવકરામ-વડાગામ)
પૂર્વકાળમાં ભારતવર્ષની અંદર વૈજ્ઞાનિક જ્ઞાન જેટલું ઉત્તમ હતું, તેટલું આજકાલ નથી; પરંતુ વર્તમાન પાશ્ચાત્ય વિજ્ઞાનવેત્તાએ હાલમાં પિતાની ઉન્નતિ કરી રહ્યા છે, ત્યાંથી ભારતીય વિજ્ઞાનને આરંભ થાય છે. આ દેશના હમેશના વ્યવહારમાં પણ વિજ્ઞાનની પૂર્ણ છટા વિદ્યમાન છે; પરંતુ વાત એવી છે કે, અજ્ઞાનતાના સબબે આપણે તેની ઉપેક્ષા કરી રહ્યા છીએ. પણ તેના અસ્તિત્વને નષ્ટ કરવાની શક્તિ કેઈને આધીન નથી. અમારા કિજવર્ણમાં એક એવી પ્રાચીન પ્રથા પ્રચલિત છે, કે જે બાબતમાં બે શબ્દોમાં નિવેદન કરવાની હું રજા માગું છું. દ્વિજેમાં ઉપનયન સંસ્કાર કરી સમાવર્તન સંસ્કાર થાય ત્યાં સુધી મુંજમેખલા ધારણ કરવાની પ્રથા બ્રહ્મચારીને સારૂ છે. આ પ્રથા કેટલી બધી ભારે સમજ અને મર્મભરેલી છે યા તો શા કારણને લઇને ચાલુ છે, તે જાણવાને હાલના મનુષ્ય કદી પણ વિચાર કરતા હોય એમ જણાતું નથી. ઘણુ લાંબા સમયથી હું આ રહસ્ય સમજવા મહેનત કરતો હતો અને તેમાં મેં જે જ્ઞાન મેળવ્યું છે, તે આ પ્રમાણે છે -બ્રહ્મચર્યાવસ્થામાં અખંડ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું, એ દરેક બાળબ્રહ્મચારીને ધર્મ છે, એમ સમજી શુદ્ધ બ્રહ્મચારી પ્રત્યક્ષ તો નહિ પણ સ્વપ્નમાં મૈથુન નહિ કરે; પરંતુ મૈથુન કર્યા સિવાય વીર્યપાત થઈ જાય તો તેને રોકવો એ શક્તિબહાર છે અને આજકાલ એ રોગ (સ્વપ્નદોષ) ઘણુ મનુષ્ય ને હોય છે અને સ્વપ્નમાંથી થતા વીર્યપાતને રોકવા સારૂ પ્રાચીન આયુર્વેદતત્ત્વનિષ્ણુત મહર્ષિઓએ મુંજ-મેખલાને વિધાન પ્રચલિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com