________________
નિવેદન.
શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક ૧૭૩-૪ તરીકે આ ગ્રંથ જ્ઞાનરસીક સજનના કરકમળમાં મુકતાં આનંદ થાય છે.
સદ્દગત્ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી જેઓને અધ્યાત્મજ્ઞાનરસીક પંડિતપ્રવર શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ પ્રત્યે ઘણે આદરભાવ હતો તેમની ખાસ પ્રેરણું અને જાતી પરિશ્રમથી અનેક સ્થળોએ શોધખોળ કરાવી શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ દ્વારા જ્ઞાનમસ્ત ન નિક્ષેપસુજાણ કવિવર શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના બનાવેલા મળી આવે તેટલા તમામ ગ્રંથે મેળવી એકત્ર સંચય કરી શ્રીમદ્ દેવચંદ્રજી ભાગ ૧-૨ એ નામથી દળદાર ગ્રંથે બહાર પડેલા છે.
પરંતુ તે વખતે તેમના જીવનચરિત્ર માટે ઘણું શોધ છેળ કરાવવા છતાં તે મળી શક્યું નહતું છતાંયે શેધળતે ચાલુજ હતી. દરમ્યાન સં. ૧૯૮૦માં સુરત ખાતે શ્રી જન સાહિત્ય પરિષદ્ ભરાઈ તેના કાર્યના પરિણામે સદ્દગુરૂ મહારાજે મંડળના
વ્યવસ્થાપકોને જૈન ધર્મનાં છપાયેલાં મળીશકતાં પુસ્તકોની અત્રવત્ નામાવલી પુસ્તક રૂપે પ્રકટ થાય એવી પ્રેરણા કરવાથી તે કામ માટે મંડળ તરફથી જુદા જુદા જ્ઞાન ભંડારોમાં શોધખેાળ ને લીસ્ટ કરવા રા. વકીલ વર્ધમાન સ્વરૂપચંદને મોકલવામાં આવ્યા તે પ્રસંગે પ્રવર્તકશ્રી કાંતિવિજયજી મહારાજના વડેદરાના જ્ઞાન ભંડારમાંથી દેવવિલાસ (શ્રીમદ્ દેવચંદ્રજી નિર્વાણ રાસ) ની એક સુંદર પ્રત મળી આવી. જે દેવવિલાસ એ નામથી આ ગ્રંથમાં દાખલ કરવામાં આવી છે. શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજના એક શિષ્ય જેમણે પોતાનું નામ ન આપતાં “કવિયણ” એ સંજ્ઞાથી તે રાસ લખેલ છે જે ઘણો સુંદર જણાય છે.
આ પ્રતિ પ્રકટ કરવા આપવા બદલ પ્રવર્તકજી મહારાજના આ સ્થળે ઉપકાર માનીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com