________________
૧૦૦
ગચ્છીય હોવા છતાં આત્મભાવે-જૈનધર્મ સમાન ભાવે શ્રીમદ્ દેવચન્દ્રજીનું જીવન ચરિત્ર લખ્યું છે. ગમે તે ગચ્છને મનુષ્ય પોતે જેન હોવાથી જેનધર્મની સમાન ભાવે આરાધના કરીને મુતિપદ પામે છે. ડાળ, પાંખડાં, પાતરાને વળગવાના જુદા જુદા મતભેદમાં મધ્યસ્થ બની વૃક્ષમાં વહેતા સજીવનરસ ભણું લક્ષ્ય આપવાની જરૂર છે. સર્વનેના હદયમાં જેનદેવ એક છે તે પછી ભેદભાવથી કલેશ કરવાની કંઈ જરૂર નથી. લેખકને વ્યવહારથી તપાગચ્છીમાન્યતાની શ્રદ્ધા છે પરંતુ તેથી અન્ય ગણે પર દ્વેષ નથી. નાગમે, પ્રકરણ, પૂર્વાચાર્યોના ગ્રન્થ, પરંપરા વગેરેમાં સાપેક્ષપણે સ્વને પૂર્ણ શ્રદ્ધા છે. અસંખ્ય ખરેખર મુક્તિ પામવાને માટે હેતુઓ છે. સાપેક્ષપણે ગમે તે ગની આરાધના કરતાં મુક્તિ છે એવી મારી શ્રદ્ધા છે. લેખકને સમ્યગદષ્ટિથી જૂનાગ અને મિથ્યાશા, સમ્યકત્વરૂપે પરિણમે છે એવી નદિસૂત્રની માન્યતા પ્રમાણે વિચારપ્રવૃત્તિ છે. જૈનાગમનું જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યવહારનયથી વર્તાવામાં આવે અને નિશ્ચયને હદયમાં ધારવામાં આવે તેજ મુક્તિની પ્રાપ્તિ થાય છે એ ઉપદેશ સત્ય છે. વ્યવહારનયને ઉછેદ કરતાં જૈનસંઘ અને ધમને ઉછેર થશે માટે કેઈએ ધર્મવ્યવહારની ઉત્થાપના ન કરવી જોઈએ. સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખીને સાપેક્ષપણે સાધન વડે ધર્મની આરાધના કરવી જોઈએ, અને એજ કલ્પતરૂ સમાન શ્રી વીરપ્રભુ કથિત જૈનધર્મ, આત્માના ઉદ્ધારાર્થે થશે. એવી પૂર્ણ શ્રદ્ધાપૂર્વક આ સંક્ષિપ્ત જીવનચરિત્ર સમાપ્ત કરતાં પહેલાં ઈચછુ છું કે શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ જેવા પ્રખર વિદ્વાન ઉત્કૃષ્ટ કવિરાજ, અનન્ય આત્મજ્ઞાન, દ્રવ્યાનુયેાગના મહાન ઉપદેષ્ટા જ્ઞાતા જિનશાસનના પૂર્ણપ્રેમી, પ્રભુપ્રતિમાના રસીલા અનેક સાધુ મુનિરાજે અમારા ભારતવર્ષની જૈનકામમાં પ્રકટો અને જૈન ધર્મની જીત ઝળહળતી રહી સમસ્ત વિશ્વમાં પ્રસરે. 8 સગુરૂ દેવ શ્રીમદ્ બુદ્ધિસાગરજી ચરણ કમલેષ નમન
ૐ શાંતિ શાંતિ શાંતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com