________________
વકતવ્ય. અધ્યાત્મરસિક પડિત દેવચંદ્રજી.
“અનુક્રમે સંયમ સ્પર્શતાજી, પાપે ક્ષયિક ભાવ રે સંયમશ્રેણી કુલડેજ, પૂજું પદ નિષ્પાવ ૨
–સંયમ શ્રેણીની સ્વાધ્યાય. –(આત્માની અભેદ ચિંતારૂપ) સંયમના એક પછી એક કમને અનુભવીને લાયકભાવ (જડપરિણતિને ત્યાગ) ને પામેલે એ જે શ્રી સિદ્ધાર્થ પુત્ર, તેના નિર્મળ ચરણકમળને સંયમશ્રેણિરૂપ કુલથી પૂજું છું.”
આ અતિશય ગંભીર વચને છે. તે દ્વારા, શ્રીમદ્ મહાવીર પ્રભુનું સ્મરણ કરી, શ્રી વીરના એક સુપુત્રનું સ્મરણ ગુણદ્વીત્તનચરિત્રાલેખન થે હું મારી અધૂરી વાણીમાં કરવા પ્રવૃત્ત થાઉં છું.
૧. દેવચંદ્રજીના જીવનને ઈતિહાસ અલબ્ધ હતું, પણ હમણાં એક “કવિયણ”નો તેમના સ્વર્ગવાસ પછી તેર વર્ષે
૧–દેવચંદ્રજીનું સંક્ષિપ્ત જીવન લખવાનું ભાગ્ય મને રા. રા. મોહનલાલ હીમચંદ વકીલે તેમના આગમસાર–આગમસારોદ્ધાર એ નામને ગ્રંથ તેમના તરફથી જુદો ને એક નાની ચાપડીના આકારે છપાનો હતો તેમાં મૂકવા પ્રેરણા કરેલી ત્યારે થયું હતું. તેને આજે ૧૫ વર્ષ થઈ ગયાં. તે વખતે જુજ હકીકત મળી તે પરથી લખેલું ટુંક જીવન માં તેમજ જેન . કૉન્ફરન્સ હેરામાં તેમજ જન કાવ્યદેહન (રા. મનસુખલાલ રવજી પ્રકાશિત) માં પ્રકટ થયું છે. ત્યારથી તે અત્યાર સુધીમાં શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી તેમના સર્વ પ્રથા બે ભાગમાં “શ્રીમદ્ દેવચંદ્ર” એ નામથી પ્રકટ થયા છે અને હમણાં આ સાથેજ “દેવવિલાસ' એ નામને રાસ પ્રકટ થયો છે તે સર્વ પરથી, તેમના સંબંધી ઘણું જાણુવાનું મળે છે. તેમાંથી અહીં જરા વિસ્તારથી જણાવવાનું સુભાગ્ય ફરીથી ઉન ર. મોહનલાલ હીમચંદ વકીલ પાદરાવાળાની પુનઃ પ્રેરણાથી મને પ્રાપ્ત થાય છે. સામાં શ્રીમદ્ દેવચંદ્રના બને ભાગોને સ્થળે સ્થળે ઉલ્લેખ આપેલ છે, તેમાં પહેલા ભાગને ૧ ને બીજા ભાગને ૨ એમ જણાવી
પછી આડી લીટી દેરી તે તેના પૂMી સંખ્યા જવુવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com