________________
કલરવથી તથા આત્મધ્યાન કમાગ ઉપાસનામના પૂર્ણ પરિમલથી આત્મજ્ઞાની વાચકના મસ્તક ઉન્નત તથા કંપાયમાન થયા સિવાય ન જ રહે. આવાં અનેક કાવ્યો તથા સ્તવને તથા પદ્યલખાણરૂપે શ્રીમદ્ એક ઉચ્ચકોટિના ગુર્જર કવિ તરીકે સાહિત્ય પ્રાણમાં ઉભા રહે છે. તેમાં પણ અધ્યાત્મ જ્ઞાન જે મહા વિકટ અને ગહન વિષય છતાં તેમાં રસની રેલે રેલાય ને જ્ઞાન પિપાસુએ ઘનઘટા જોઈ નાચતા મયૂરની માફક આ રસાસ્વાદથી નાચી ટહેકી ઊઠે, એ આશ્ચર્ય જનક છે. કવિ એટલે નૈસર્ગિકતાની પ્રતિમા. બાદ્યવિશ્વદુ:ખભાનને ભૂલી ભૂલાવે તે. આનંદમાં ડુબી ડૂબાવે છે. સંસારમાં રહેવા છતાં જેના અંતઃમાંથી સંસાર જતું રહે છે. પિતાના મૂક વિચારોને પદ્યબદ્ધ શૈલીમાં જીવંત ચીતરી બતાવે તે.
શ્રીમદ્ તે આથી એ ઘણી જ ઉંચી કેટિના કવિ હતા. તેમણે તે પોતાનાં કાવ્ય, સ્તવને, પદ્યગ્રંથમાં હાર્દિક વિષયને ઉતમ રીત્યા ઘટાવીને આત્મજ્ઞાનના પ્રકાશને ઘણીજ ઉત્તમ રીતે વિસ્તાર્યો છે. એ માટે તેમની ભૂરિ ભૂરિ પ્રશંસા કરતાં આલ્હાદ ઉપજે છે. વળી શ્રીમના આત્મામાં ગુણોને સુભિક્ષ કાળ થયે હતો તે તેમના સ્તવનના સહારથી સમજાય છે. તેઓ દ્રવ્યાનુયોગના સર્વવિષમાં કુશળ હતા. આત્મા અને પરમાત્માના ગુણોમાં આધ્યાત્મિક રૂપકોથી અંતમાં પરિણામ પામતા હતા અને તેથી આંતર શુદ્ધજીવન અપ્રમત્ત મસ્ત દશારૂપ હતું તે તેમના ભાવથી સ્પષ્ટ જણાય છે. પારમાત્મિક આત્મજ્ઞાનના ગહનભાને જીવંત કવિતામાં ઉતારી કર્તવ્ય બંસીમાં તેના સૂર ફેંકનાર એવા સુકવિને હમારાં વંદન હે. શ્રીમદે કવિત્વ શકિતનો ભક્તિમાં વ્યય કર્યો છે. ભક્ત
લેક કવિત્વ શક્તિ ભકિતના શ્રીમદની કવિત્વ શક્તિ. લાકી
* રૂપમાં પરિણમાવે છે. તેઓ અનેક રૂપકેથી પ્રભુનું વર્ણન કરે છે. શ્રીમદે ઉપમાલંકારેને પ્રભુભક્તિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com