SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૫૯ પધાર્યા અને ત્યાં હજાર સાધુઓ સાથે પ્રભુ અનશન સ્વીકારે છે. દરમ્યાન ઇદ્ર મહારાજાઓના આસન કંપવાથી અવધિજ્ઞાનધારા પરમાત્માને નિર્વાણુ સમય જાણી સર્વે ઇદ્રો ત્યાં આવી પ્રભુને નમસ્કાર કરી પોતાની બેઠક લે છે. તે સમયે શ્રાવણુ વદી ૭ના રોજ ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં આવતાં સહમયિ ” નામના શુકલધ્યાનના ત્રીજા પાયાના અંત પ્રત્યે પ્રાપ્ત થયા પછી “ઊંછિત્રક્રિય” નામને પાયે જેને પાંચ હસ્વાક્ષર જેટલો કાળ છે, તેનું ધ્યાન કરતાં પરમાત્મા તેમજ સાથે અનશન સ્વીકારેલ હજાર મુનિવરે તેજ સમયે સિદ્ધિ વરે છે. પછી પરમાત્માના દેહને સ્નાન કરાવી, ગાશી—ચંદનથી લીપી, દિવ્ય વસ્ત્ર પહેરાવી, પૂજા કરી, અશ્રુ વહાવતા ઇદ્ર પ્રભુના દેહને શિબિકામાં પધરાવે છે. અન્ય સાધુઓના દેહને સ્નાનાદિક ક્રિયા પણ કરાવી દેવદેવીઓ, સમૂહ ગીત, નૃત્ય વાદ્યો વગાડતા શ્રી જિનેશ્વરના મોક્ષગમનને મહોત્સવ કરે છે. પરમાત્માની શિબિકાને ઇદ્ર અને બીજા મુનિવરોની શિબિકાને દેવતાઓ ચિતા સમીપે લઈ જતાં અગ્નિ કુમાર અગ્નિ પ્રગટાવે છે, જેથી અસ્થિ સિવાય દેહ દગ્ધ થયા પછી મેઘકુમાર દે ગંધદકના ષ્ટિથી શાંત કરી ધર્મેન્દ્ર ઉપરની જમણી, ઈશાન ઇદ્ર ડાબી બાજુની તેમજ ચમરેન્દ્ર નીચેની જમણી અને બલી નીચેની દાઢા લે છે. દેવે દાંતે ગ્રહણ કરે છે, અને ચિતાની જગ્યાએ રત્નને તૃપ કરે છે; બીજા દો અસ્થિઓ અને રાજાઓ ભસ્મ ગ્રહણ કરે છે અને પરમાત્માની નિર્વાણશિલા પર ઈંદ્ર વજ વડે પ્રશસ્તિની માફક પરમાત્માનું નામ અને લાંછન કોતરે છે અને પછી નંદીશ્વર દીપે જઈ શોધતા જિનેશ્વરને અષ્ટાબ્લિક મહોત્સવ કરી સર્વ દેવો સર્ગમાં જાય છે. ત્યાં માણવક સ્થંભમાં પરમાત્માની દાઢાએ મૂકી પ્રતિદિન ઇદ્રો પૂજા કરે છે. એ રીતે કર્તા પૂજ્ય શ્રીમાતંગસૂરિ પિતાની લઘુતા બતાવતા કહે છે કે મારા પોતાના અભ્યાસ માટે સંસ્કૃત ભાષામાં આ અગિયારમાં શ્રી શ્રેયાંસનાથ પરમાત્માના ચરિત્રની રચના કરી છે કે જેથી તે પુણ્ય કાર્યોને વિષે વિશેષ પ્રકારે ઇચછાઓને વૃદ્ધિ પમાડે, અહિં તેરમે સર્ણ, પરમાત્માના ત્રણ ભવનું વર્ણન સહિત (ચરિત્ર) સંપૂર્ણ થાય છે. પ્રશસ્તિ ગ્રંથકર્તા મહારાજે ક્યા સૈકામાં, કેવા સંયોગોમાં, ક્યા સ્થળમાં, ક્યા ક્યા કારણો વડે આ ગ્રંથની રચના કરી છે તે હકકીત (૫. ૨૬૯) અહિં સંક્ષિપ્તમાં જણાવવામાં આવે છે. શ્રી વીર પરમાત્મા૫ી નંદનવનમાં કટિક ગ૭ થયો જેમાંથી વેરી નામની શાખા પ્રગટી. તેમાંથી ચાર ગણે થયા જેમાં ચંદ્રકળ, તેમાં શ્રી શીલભદ્રાચાર્ય થયા. તેમને શ્રી ચંદ્રસૂરિ, ભરતેશ્વરસૂરિ, શ્રી ધનેશ્વરસૂરિ, શ્રી સર્વદેવસૂરિ અને ધમષસરિ થયા તે ગચ્છનાયક બન્યા. ભાલેજ નામના નગરમાં શ્રી સર્વદેવસૂરિના શિષ્ય શ્રી ચંદ્રપ્રભસૂરિ, તેમના શિષ્ય શ્રી જિનેશ્વરસૂરિ. તેમના શિષ્ય શ્રી રત્નપ્રભસૂરિ થયા. તેમના શિષ્ય શ્રી માનતુંગસૂરિએ આ શ્રીશ્રેયાંસનાથ મહાકાવ્યની વિક્રમ સંવત ૧૩૩૨ની સાલમાં માધ વદી પાંચમને દિવસે રચના કરી. જ્યાં સુધી જન ધમરૂપી વૃષભ મોક્ષને પ્રાપ્ત કરાવે ત્યાં સુધી મુનિગ્રંદને વ્યાખ્યાનદ્વારા ગર્જના કરતું આ શ્રીયાંસનાથ ભગવંતનું ચરિત્ર વિશ્વમાં વિસ્તાર પામો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy