________________
૫૮
પ્રસ્તાવના
શ્રી શ્રેયાંસનાય ભગવંતના તીર્થમાં ચાર હસ્તવાળ, ત્રણ નેત્રવાળો, વૃષભના વાહનવાળા ઈશ્વર નામને યક્ષ, તેમજ માનવી નામની સિંહના વાહનવાળી વ્યક્ષિણી-શાસનદેવ થયા. આ પ્રમાણે સિંહપુરનગરમાં કેટલાક દિવસ સુધી ભવ્ય પ્રાણીઓને ઉપદેશ આપી અનેક સ્થળે ઉપકાર કરતાં પતનપુર નગરે પરમાત્મા પધારે છે, જ્યાં દેવ સમવસરણની રચના કરે છે. ઉધાનપાલકે ત્યાં જઈ રાજા ત્રિપૃષ્ઠ વાસુદેવને પરમાત્માનું આગમને જણાવતાં રાજા સર્વ પરિવાર સાથે ત્યાં આવી સમવસરણમાં પ્રવેશ કરી પરમાત્માને પ્રદક્ષિણા આપી પરમાત્માની સ્તુતિ કરે છે અને સર્વ પોતાના સ્થાને બેસે છે. બાદ પરમાત્માએ દેશના આપતાં જણાવ્યું કે ભયંકર સંસાર સાગરમાં ડૂબતાં ભવ્ય પ્રાણુઓને તારવામાં નૌકા સરખે એક સાધુ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ એમ બે પ્રકારે છે. જેમાં સાધુધર્મ ક્ષમા, માવ, આર્જવ, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શોચ, બ્રહ્મચર્ય અને આકિંચન્ય એમ દશ પ્રકારે છે. શ્રાવકધર્મ જીવહિંસા, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાચેની દેશથકી વિરતિ એ પાંચ અણુવતે તથા દિગપરિમાણુ, ભોગપભેર પરિમાણ, - અનર્થદંડ વિરમણું, સામાયિક, દશાવકાશિક, પિષ અને અતિથિસંવિભાગ એ સાત
પ્રકારના શિક્ષાત્રતે મળી બાર પ્રકારે છે. હે ભવ્ય પ્રાણીઓ ! તમે સાધુ તથા શ્રાવક ધર્મનું અવલંબન શે કે જેથી ભયંકર એવા સંસારરૂપી કૂવામાં ન પડે. એ રીતે પરમાત્માની દેશના સાંભળી કેટલાકએ સર્વવિરતિ, કેટલાકેએ દેશવિરતિ ગ્રહણ કરી, જ્યારે રાજા ત્રિપૃષ્ઠ વાસુદેવ માત્ર સમ્યકત્વ રહણું કરે છે, ત્યારબાદ ત્રિyઇ વાસુદેવ પિતાને વિરતિ પરિણામ શા માટે થતા નથી તેમ પૂછતાં પરમાત્મા તેમને કહે છે કે તે પૂર્વે નિયાણું કર્યું છે, પરમાત્મા તેના પૂર્વ ભવની હકીક્ત જણાવે છે અને છેવટે તું ભવિષ્યમાં શ્રી વર્ધમાન નામને વીશ તીર્થકર થઈશ એમ કહે છે. (પા. ૨૬૩ થી ૫. ૨૬૫) એ રીતે પરમાત્માનું કથન સાંભળી, હર્ષ પામી, પસ્માત્માને નમી વાસુદેવ સ્વસ્થાને જાય છે,
તે પરમાત્મા અહિથી વિહાર કરી શ્રીગંજય મહાતીર્થે પધારે છે. જ્યાં દેવે સમવસરણ ની સ્થના કરે છે. અહિં શ્રી શત્રુંજય તીર્થ પર શ્રી ઋષભદેવનું જિનમંદિર જે મેરુપર્વતની જેમ શોભે છે, અને શ્રી ઋષભદેવ પ્રભુના ત્યાં દર્શન મેક્ષફળને આપે છે વગેરે મહિમાનું વર્ણન પરમાત્મા કરે છે. અહિં આવું સુંદર મંદિર કોણે બંધાવ્યું એમ કોસ્તમ ગણધરના પૂછવાથી ભગવંત શ્રી શત્રુંજય તીર્થની ઉ૫ત્તિ, તેને અચિંત્ય મહિમા, પૃથ્વી પીઠને વિષે આ તીર્થ સાથી પ્રથમ તીર્થ તરીકે કેમ થયું તેનું વર્ણન વગેરે જણાવે છે, જે સાંભળી આ પર્વત ઉપર અનેક મુનિવર અનશન કરી મેક્ષની પ્રાપ્તિ કરે છે. (પા. ૨૬૬) ત્યાંથી પરમાત્મા અનેક પ્રાણીઓ પર ઉપકાર કરી પૃથ્વી પીઠ પર વિહાર કરે છે. ચોરાશી હજાર સાધુઓ, ત્રણ લાખ એંશી હજાર સાધ્વીઓ, બે લાખ ને ઓગણએંશી હજાર શ્રાવકેચાર લાખ ને અડતાલીશ હજાર શ્રાવિકાઓ, તેરસે ચોદપૂર્વીએ, છ હજાર અવધિજ્ઞાનીઓ, છ હજાર મન:પર્યવજ્ઞાનીઓ અને સાડા છ હજાર કેવળનાનીઓ, અગ્યાર હજાર વૈયિ લબ્ધિધારી, પાંચ હજાર વાદલબ્ધિધારી આ પ્રમાણે પરમાત્માને પરિવાર હતો.
એકવીસ લાખ વર્ષ કુમારપણામાં, બેંતાલીશ લાખ વર્ષ રાજવીપણામાં, એકવીસ લાખ વર્ષ સાધુપણામાં આ પ્રમાણે રાશી લાખ વર્ષનું આયુષ્ય ભોગવીને પરમાત્મા શ્રી સમેતશિખર પર્વત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com