SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૪૧. ભાનું મુનિશ્રીને આ ભાગવતી દીક્ષાનું પાલન ઉત્તમ રીતે કેમ કરવું તે જણાવે છે. (પા. ૧૭૭, ખાસ મનન કરવા જેવું છે.) હવે ત્યાંથી વિહાર કરે છે અને નલિની ગુલ્મ રાજ ખેદ યુક્ત બનીને દીક્ષાના મનોરથને ધારણ કરતો પિરજને સાથે પોતાના નગરમાં આવી પહોંચે છે. બાદ પલંગમાં સૂતે છે તેવામાં તેની પાસે હંસ ઉપર બેઠેલી લક્ષ્મીદવી આવી પહોંચે છે, જેથી એકદમ પલંગમાંથી ઊભા થઈ દેવીને પ્રણામ કરે છે. દેવી ઉપદેશ આપે છે કે “તું ય ધારણ કર. ચરમશરીરીનું જીવન આવું જ હોય. હવે તું તારા માતપિતા બનેને સ્થાને મને સમજ” તેમ કહી દેવી અંતર્ધાન થઈ જાય છે. કેટલાંક સમય પછી રાણી શશિખભા પુત્રને જન્મ આપે છે અને તે જ વખતે ત્યાં શ્રી આનંદસૂરિ અને ભુવનભાનુ મુનિનું આગમન થાય છે. આથી પોતે જન્મેલ પુત્રને ભાગ્યશાળી માને યારબાદ પરિજનો સાથે નલિનીગુલ્મ રાજા આનંદસૂરિ પાસે આવી ત્રણ પ્રદક્ષિણ પૂર્વક પરિવાર સહિત તેઓશ્રીને પ્રણામ કરે છે. સુવર્ણકમલ પર બિરાજમાન થયેલા ગુરુ પાસે બેસી, પિતાની જતને તેમજ પોતાના પુત્રને કૃતકૃત્ય થયેલા જણાવે છે. ગુરુમહારાજ કહે છે કે “ આ સિવાય તું પૂર્વમાં કદિ નહિં જોયેલા એવા અપૂર્વ ઉત્સવ જઇશ, ” દરમ્યાન નલિનીગુમ રાજા પિતાના માતા પિતાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાના સમાચાર ગુરુમહારાજવડે જાણે છે અને દેવે આવી મહોત્સવ કરે છે, તે જોવે છે માસક૫ માટે સૂરિમહારાજને પધારવા વિનંતિ કરીને રાજા પિતાના નગરમાં આવે છે. આ બાજુ પુત્ર પણ નિરંતર વૃદ્ધિ પામવા લાગતા તેનું નામ હષચંદ્ર પાડવામાં આવે છે. - શ્રી આનંદસૂરિ મહારાજ ત્યાંથી અન્યત્ર વિહાર કરે છે. પછી ભુવનભાનુ અને ભાનુશ્રી કેવળી એક માસનું અનશન કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આનંદસૂરિ મહારાજ પોતાની પાટે વિદ્વાન શ્રી વજદત્ત મુનિશ્રીને સ્થાપી અનશન કરી મેક્ષમાં પધારે છે. એકદા વજત મુનિ વિહાર કરતાં-કરતાં શુભાનગરીએ પધારે છે. નલિની ગુલ્મ રાજાને તેની વધાભણી મળતાં કુમાર હર્ષચંદ્ર સાથે રાજા ગુરુશ્રીને વંદન કરવા આવે છે. ગુરુમી દ્વારા પોતાના માતા પિતા મોક્ષમાં પધાર્યાના સમાચાર જાગી રજા ખેદ પામે છે. મોક્ષમાં ગયેલા માટે ખેદ ન કરવા ગુરુમહારાજ જણાવે છે. બાદ ઉપદેશ આપતાં જણાવે છે કે-ભોગો ભોગવીને પણ આ પ્રમાણે આચરણ કરવું ઊચિત છે; નહિં તે સ્વજનનાં વિરહ દુઃખ સહન કરવો પડે છે. મેહનો વિલાસ મહાન છે. જરાવસ્થા આવતાં કેશ &ત બને છે, પંચેન્દ્રિયોના વિષયો નબળા પડી જાય છે, શરીર કૃશ બને છે વગેરે વૈરાગ્યનું કારણુ હેવાથી જે પાણી વૈરાગ્યવાસિત બનતું નથી તે કાં તે દુર્ભવી અથવા અભાવી જાણું. માત્ર આસન્નસિદ્ધ છ સંસારરૂપી વિડંબનને જાણીને નવકલ્યાણ સાધે છે. (પા. ૧૪૦' ખાસ ઉપદેશ વાંચવા જેવું છે. ) ઉપરોક્ત ઉપદેશ સાંભળી, વૈરાગ્ય પામી હું મનના સંયમપૂર્વક મારા પુત્રને રાજ્યપદ ઉપર સ્થાપીને હું આપની પાસે આપના ચરણકમળમાં સંયમ સ્વીકારીશ” એમ ગુરુમહારાજને જણાવી રાજા નગરીમાં આવી, અન્ય વિધાધરો તથા રાજાને બોલાવી, કુમારને રાજ્યાભિષેક કરી, પ્રજા વગેરે સવને હર્ષચંદ્ર રાજવી પ્રત્યે અને હર્ષચંદ્ર રાજવીએ પ્રજા, અન્ય રાજવીઓ અને વિધાધરો સાથે કેમ વર્તાવું તે માટે યોગ્ય શિખામણ આપે છે. (પા, ૧૪) પિતા અને રાજા તરીકે પોતાનું કર્તવ્ય બજાવી મોહનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy