SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રસ્તાવના કૃપાથી મારી વિદ્યાઓ સિદ્ધ થાઓ એમ કહેતા સાંભળી આ વિદ્યાધરની વિદ્યાઓ તત્કાળ સિદ્ધ થાઓ એમ કુમાર બોલે છે ( જી એ સજજન પુરુષની પરોપકારિત) એમ કહેતાં કુમારને સત્ત્વના પ્રભાવથી તેની વિદ્યાઓ સિદ્ધ થાય છે. આકાશમાં દુંદુભી લાગે છે, પુષ્પવૃષ્ટિ થાય છે તે જોઈ વિધાધર આર્ય પામી કુમારના ચરણમાં ગુમ કરી કહે છે કે તમારાં કથનથી ભારી વિધાઓ જલદી સિદ્ધ થઈ જેથી તમારા ઉપકારના બદલામાં જલદી ભારી વિદ્યાઓ આપ ગ્રહણ કરે તેમ વિવેક બતાવી કુમારને વિદ્યાઓ આપે છે, અને મને જે વિધાઓ પ્રાપ્ત થઈ તેનાં કરતાં તમારું દર્શન મારા માટે આધક હર્ષદાયી છે તેમ વિધાધર કહે છે, તે આપ મહેરબાની કરી હવે સિદ્ધપુર નામના નગરમાં પધારે! જ્યાં મારા જયસિંહ નામના વિદ્યાધર સ્વામી છે, તેને હું હરિવિક્રમ નામને પ્રિય પુત્ર છું જેથી અમારી રાજલક્ષ્મીને સફળ કરે. પછી બંને વિમાનમાં આઢ થઈ વૈતાઢય પર્વત તરફ જાય છે, તેવામાં સુંદર સાર્થવાહ આવી પડે છે; કુમારને તે સત્કાર કરે છે તેની ભક્તિથી પ્રસન્ન થઈકુમાર પોતાના દેહ ઉપર રહેલ દિવ્ય વસ્ત્ર સાર્થવાહને આપે છે એટલે દેવીઓ કુમારને બીજા દિવ્ય આભૂષણ આપે છે, પછી સાર્થવાહને ઉપકાર માની તેને પ્રયાણ કરવાનું કહે છે અને પિતે સિદ્ધપુર નગરે આવી પહોંચે છે. (આ પાંચમા સર્ગમાં નલિની ગુમકુમારને જન્મ, પર્યટન, રત્નસારનું વૃત્તાંત, શશિપમાં કન્યાનું દર્શન, સમ્યકત્વની પ્રાપ્તિ અને વિદ્યાની સિદ્ધિ આ પ્રમાણે અધિકાર આવેલા છે.) સગ છ (પા. ૧૨૮થી પા. ૧૪૪ સુધી) અહિં જયસિંહ રાજા પિતાના પુત્રધાર કુમારનું વૃત્તાંત જાણી કુમ રને અનેક રીતે સત્કાર કરે છે. કુમાર ત્યાં નવીન નવીન મોહર સ્થાનને જેતે એક કાંચનપુર નગરના ઉધાનમાં આવે છે, જ્યાં “આજ રાત્રિએ આ નગરને રાજા પિતાની પ્રિયાને વેગડ બંધતા તેમાં રહેલ એક લધુસર્ષે તેને ડંખ મારવાથી તેનું મૃત્યુ થતાં તે અપુત્ર હોવાથી તેની પ્રજાએ પંચદિ કરેલ છે એમ હરિવિક્રમ દ્વારા સાંભળે છે. દરમ્યાન તે દિવ્ય કુમારની નજીક આવતા ગરવ કરતે હસ્તી કુમાર નલિનીગુલ્મને અભિષેક કરી અંધ ઉપર બે પાડે છે, અશ્વ હેવાર કરે છે, આકાશમાં ચામરે વિજાય છે, છત્ર મસ્તક ઉપર સ્થિર થાય છે, ૬૬બી વાગે છે, દેવે પુષ્પવૃષ્ટિ કરે છે. (* જુ બે અપરિમિત પુણ્યની નિશાની)” તે કાળમાં જે રાજા અપુત્ર મરણ પામે તેની ગાદીએ બેસવા માટે પંચ દિવ્ય ઉપર પ્રમાણે કરી જે પુણવંત પ્રાણુ ઉપર કળશ ઢળે છે તેને પ્રજા ગાદીએ બેસાડે છે. (આ કાળમાં તેવી પ્રણાલિકા માટે હસ્તી, અAવે પણ તેવી જાતના જન્મતા નથી) પછી પ્રજા તેને સન્માનપૂર્વક નગરમાં લઈ જાય છે જ્યાં નલિનીકુમાર વિદ્યાધરેંદ્ર (રાજા) બને છે. આ બાજુ શ્રીતિલકપુર નગરનો રાજા શ્રીચંદ્ર પિતાની પુત્રીના વર સંબંધી ચિંતા કરે છે જેથી “શશિખભા તેની સખીઠારા જે કઈ રાધાવેધ કરશે તે મારે સ્વામી થશે; નહિં તે અગ્નિનું શરણ સ્વીકારીશ” એમ રાજાને જણાવવાથી રાજા તેની તૈયારી કરાવી અનેક યુવાન વિધાધર રાજાઓને આમંત્રણ મોકલો નગરની બહાર એક એક મંડપ તૈયાર કરાવે છે અને આઠ ચક્રવાળા લાંબે સ્તંભ ઊભે કરાવી તેની ટોચ ઉપર પુતળી સ્થાપે છે. રાજાઓ આવી પહોંચે છે. પિતાની હેનની પુત્રી શશિખભા હોવાથી આમંત્રણ અપાયેલ ભુવનભાનુ રાજવી પણ ભાનુશ્રી સાથે ત્યાં આવે છે. હવે અહિં નલિની ગુલ્મ રૂપ પરાવર્તન કરી વૈરસિંહ નામ ધારણ કરી ત્યાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy