________________
- પ્રસ્તાવના
૩૭
જેથી આવું પરવાળાનું જિનમંદિર અને સ્ફટિકરત્નને કિલ્લો હોય તેમાં શંકા રાખવા જેવું કાંઈ નથી કારણ કે દેવો અને વિદ્યાધરનું ભકિતનું તેનું સ્થાન હોય છે) હવે નલિની ગુલ્મ જળક્રીડા કરી તે જિનમંદિરના કિલ્લા પાસે આવી આ મનુષ્યોથી બનાવાયેલ નથી તેમ જાણી લહમીદેવીને યાદ કરી તેના પ્રભાવથી કિલ્લામાં પ્રવેશ કરે છે અને ત્યાં અનેક પ્રકારના આશ્ચર્યને જોઈ વિચારી દાખલ થતાં જિનમંદિર જઈ, ને વર્ણવી શકાય તેવા એક્ષપદ જેવું આ છે તેવા આત્મિક આનંદના અનેક ઉદ્દગાર કાઢત (પા. ૧૨૪ મંદિરની અનુપમતા ખાસ વાંચવા જેવી છે.) હર્ષાશ્રુ સહિત જિનમંદિરમાં દાખલ થઈ શુદ્ધ ચંદ્રકાન્ત મણિની જિનેશ્વર ભગવંતની પ્રતિમા જોઈ, પંચાંગ પ્રણિપાત કરી અંજલી જોડી સ્તુતિ કરવા લાગે કે “ હે પ્રભુ! આજે મારું દુર્ભાગ્ય દૂર થયું છે. હે જગતના દીપક સમાન. જેના મહાદિક રિપુઓ નષ્ટ થયા હોય તે જ પુણ્યવાન મનુષ્ય પુણ્યયોગે આપને પ્રાપ્ત કરી શકે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં એવા મને હે નાથ ! મેક્ષરૂપી નિવાસ જલદી આપે. (પા. ૧૨૪-૧૨૫) અહીં કર્તા આચાર્ય મહારાજે પિતાનું નામ સૂચવ્યું છે).
- આ પ્રમાણે જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરી રંગમંડ૫માં જ્યાં આવે છે ત્યાં સર્વાંગસુંદર એક વિદ્યાધર કન્યાને વીણા વગાડતી, સખીઓના પરિવાર સહિત જુવે છે અને તેઓને વાર્તાલાપ સાંભળી વિદ્યાધરની શશિપ્રભા નામની કન્યા છે એમ નિર્ણય કરે છે. તે વિધાધર કુમારીની નલિની ગુલ્મકુમાર ઉપર કટાક્ષશ્રેણી ૫ડતાં તેના સૌંદર્યનું પાન કરતાં અને અંગમાં તેણીને કં૫ વગેરે થતાં જોઈ તેનું કારણ તેની સખી પૂછે છે, તેના ખુલાસામાં સખીના ખોળામાં માથું નાંખી પિતાને તાવ આવ્યો છે તેમ જણાવે છે. સખીઓ તેને સાંદયરૂપી અમૃતને તું વહન કરનારી છે, તેમ કહીને તારા પિતાજી વિધાધરેન્દ્ર શ્રીચંદ્ર માતા શશિકાન્તા તારી રાહ જોતાં હશે એમ કહી તેઓ ચાલવા માંડે છે. દરમાન્ય કુમારે પુતળીને ઉદેશી જણાવ્યું કે આ શશીકમાં મારા હૃદયને અદૂભૂત આનંદ આપનારી છે. તેની સખી કહે છે કે આનું દિવ્ય રૂપ અને કાન્તિ એવાં છે કે આ કુમારના દેવપણું માટે અમોને કંઈ શંકા નથી માટે તારા માટે તે યોગ્ય વર છે. પૃથ્વી પીઠ ઉપર સ્પર્શ કરતે હોવા છતાં કુમાર મનુષ્ય હોઇ તેના દિવ્ય વસ્ત્ર અહોભાગ્યની નિશાનીરૂપ હોવાથી જ આ જિનમંદિરમાં તેને પ્રવેશ સંભવી
'' આમ વિચારણા ચાલે છે દરમ્યાન તેણીની માતા શશિકાન્તા ત્યાં આવી પહોંચે છે અને તને તારા પિતા સંભારે છે એમ જણાવી વિમાન મારફત સર્વ જાય છે. હવે અહિં કુમાર પ્રદક્ષિણા ફરે છે તેવામાં એક ધ્યાનપરાયણ ચાર મુનિને જોતાં કુમાર પ્રણામ કરી સ્તુતિ કરે છે, જેથી કુમારને ભવ્ય પ્રાણી જાણી ધ્યાનને ત્યાગ કરી કુમારને ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ સમ્યક્ત્વ તથા નવતત્ત્વ અને દેવ ગુરુ ધર્મનું સ્વરૂપ સમજાવે છે. સમ્યફત્વ પ્રાપ્ત થયા પહેલાં મનુષ્ય આયુષ્યને બંધ ન કર્યો હોય તે જીવ કદી દુર્ગતિને ભાજન બનતું નથી. નવતત્વ પર શ્રદ્ધા થવાથી સમતિ પ્રાપ્ત થાય છે. કોઈને સ્વાભાવિક રીતે, કોઈને ગુરુઉપદેશથી પ્રાપ્ત થાય છે. (૫. ૧૨૬) આ ઉપદેશ સાંભળી કુમાર સમ્યફને અંગીકાર કરે છે. પિતાની જાતને સત્વશાળી માને છે. ચારણ મુનિ તે પછી આકાશમાર્ગે વિદાય થતાં કુમાર ખિન્નતા અનુભવે છે.
(અહિં પ્રભુને સમકિત પ્રાપ્તિ થાય છે તેથી આ પ્રથમ ભવ ગણવામાં આવેલ છે.) પછીફરી પરમાત્મને કામ કરવા જાય છે તેવામાં માર્યમાં ધ્યાનપરાયણ એક વિદ્યાધરને હે પરમાત્મા ! તમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com