SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ધનાવહને થયેલ કેવળજ્ઞાન [ ૨૫૯ ]. માટે હે આત્મન ! સંસારને વિષે ચિન્તામણિ રત્ન જેવા દુર્લભ આ જૈન ધમને પ્રાપ્ત કરીને તેને ફગટ હારી ન જા. જે તું ત્રણે લેક મિત્ર થઈશ તો લેક તારા મિત્રરૂપ બનશે અને જે તે દુર્જનરૂપ બનીશ, તો ત્રણ લોક પણ તારા માટે દુર્જનરૂપ બનશે; માટે હવે અન્તર્મુખ દષ્ટિથી તું તારા કર્મશત્રુઓને જીતજે જેથી તારા સંસાર સંબંધી દુઃખ દૂર થાય.” આવી રીતે ભાવનારૂપી જળથી તેણે પિતાના આત્માને તેવી રીતે નિર્મળ કર્યો કે જેથી પોતાની તિથી સમસ્ત પદાથને પ્રકાશના કેવળજ્ઞાન તેને પ્રાપ્ત થયું. એટલે શાસનદેવીએ તેને કવામાંથી પોતાની શક્તિથી બહાર ખેંચી લીધે. જ્યારે તે ધનાવહ ભવરૂપી કુવામાંથી બહાર નીકળે ત્યારે આ કુવામાંથી બહાર નીકળે તેમાં શું આશ્ચર્ય ! તેને સાધુ-વેશ આપીને, નમસ્કાર કરીને તેમજ અભતા મહોત્સવ કરીને શાસનદેવી અંતર્ધાન થઈ ગઈ. ધનાવહ મુનિ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. કાંચી નગરીમાં પાંચ રત્નોના મૂલ્યથી બંધાવેલ જિનમંદિરમાં જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરવા તેમજ પૂજા કરવા રથમાં બેસીને આવેલા ધનપાલે તે મંદિરના દરવાજામાં ધનાવહ મુનિને રાતા અશોકના વૃક્ષની નીચે યાનસ્થ બેઠેલા જોઇને અત્યંત પ્રમોદ અનભો . ધનપાળ તેમને વંદન કરવા તૈયાર થયે ત્યારે એ બનાવેલ સુવર્ણ કમળ પર બેઠેલા તે કેવળી ભગવંતને તેણે વંદન કર્યું. પછી ધનપાલે તે મુનિવરને પૂછયું કે- “ આપે કયારે સંયમ સ્વીકાર્યુ?” એટલે ધનાવહ મુનિવરે સમસ્ત બીના વર્ણવી અને વિશેષમાં કહ્યું કે-તે પાંચ રત્નનો તે યોગ્ય સ્થળે ઉપયોગ કર્યો છે. તે ખરેખર ધનનું સાચું ફળ પ્રાપ્ત કર્યું છે. તે દુર્ગતિનું દ્વાર બંધ કર્યું છે, પરલોકને સાથે છે અને સ્વર્ગ તથા મોક્ષનાં સુખને તેં હસ્તગત કર્યો છે. ” ધનાવહ કેવળજ્ઞાનીને નમસ્કાર કરીને ધનપાળે તેમજ પૌરજનોએ વિસ્મયપૂર્વક પૂછયું કે-“ અત્યારે ધનશ્રી કક્યાં છે ? ' કેવળી ભગવંતે જણાવ્યું કે તેના ચાર સાથે રાત્રિના કેઈએક ગામમાં તેણી ગઈ. થાકી ગયેલી તેણી આનંદપૂર્વક ઊંધી ગઈ ત્યારે રંટ ચલાવનાર તે યુવાન પુરુષે વિચાર્યું કે- જે સ્ત્રીએ પોતાના સ્વામીનું અહિત કર્યું તે મને અનુકૂળ કેમ બને? પ્રેમવાળા, સુન્દર અને ચિરપરિચિત એવા સ્વામીને જેણે ત્યાગ કર્યો તે સ્ત્રી જે મને પ્રતિકૂળ થાય તે મારી શી વલે થાય ?” આ પ્રમાણે વિચારીને, તેણીને સૂતેલી જ ત્યજી દઈને, આભૂષણે લઈને તે નાસી ગયો. પ્રાત:કાળે તેને નહીં જેતી ધનશ્રી રુદન કરવા લાગી, થોડો વખત શાકાકુળ બનીને, પછી તેણી પોતાના પિતાને ઘરે ગઈ અને તેઓને જણાવ્યું કે-“ચેરોએ મારા સ્વામીને હણી નાખ્યો છે અને હું સ્ત્રી હોવાથી મને ત્યજી દીધી છે. ” ધનાવહ કેવલી ભગવંતે આ પ્રમાણેની પિતાની જ કથાકારા ઘણું મિથ્યાષ્ટિઓને પ્રતિબોધ પમાડ્યા બાદ લાંબા સમય સુધી પૃથ્વી પર વિહાર કરીને ભવ્ય જીવોને પ્રતિબંધ આપીને, એક માસનું અણુસણું કરીને મોક્ષપ્રાપ્તિ કરી. શ્રાવક ધનપાલ પાંચમાં બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. ધન શ્રી ત્રીજી નરકમાં ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy