SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૫૪ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૨ મે. છે અને પિતાના ભાઈઓને આપે છે. સમય વીત્યે તમને પિતાને પણ તેની ખબર પડશે.” ધનાવહે કહ્યું કે મોટા ભાઈ મને કદાપિ છેતરે જ નહિ. ધનવતી પણ માતાની માફક વાત્સલ્યભાવ દર્શાવનારી છે.” એટલે ધનશ્રી મૌન રહી. ફરીવાર પ્રસંગ મળતાં તેણે ધનાવહને તે જ હકીકત પુનઃ કહી પરંતુ તે તે મૌન જ રહ્યો, ત્યારે ધનશ્રીએ કહ્યું કે “તમને તે બંને પરત્વે પ્રીતિ જણાય છે. પિતે મોટો ભાઈ હેવા છતાં તે તે રાજાની માફક રહે છે અને તમને જ કાર્યમાં જોડે છે. તેની પત્ની ધનવતી પણ મને દાસીની માફક કામ જ કરાવ્યા કરે છે. જડ એવા તમારા સાથે બંધાયેલી હું આ સર્વ સહન કરી રહી છે, તમારા માટે શું કરવું તે હું જાણતી નથી, કારણ કે હું સમર્થ નથી.” ધનશ્રીના આ પ્રમાણે ભંભેરવાથી ધનાવહે મોટાભાઈ ધનપાલને કહ્યું કે-“હે ભાઈ! મને મારા ભાગ આપો.” એટલે ધનપાલે કહ્ય કે-“હે વત્સ! તું આ સવ શું બોલી રહ્યો છે? તારે ને મારે કોઈ પાર નથી તેમ જ આપણે બંને વચ્ચે કંઈ મનદુઃખ પણ નથી. વળી હું તો તારા મુખ સામે જ જોનારે હેઈને તું જે આપીશ તે જ હું બહણ કરીશ.” ઉપર પ્રમાણેના મોટા ભાઈના કથનથી તે મૌન રહ્યો એટલે ધનશ્રીએ તેને કહ્યું કે-“હું મારા જેઠના વચનેને જાણું છું. તમે મૂઢ બુદ્ધિવાળા હોવાથી જાણી શકતા નથી. ધૂર્તશિરમણિ તમારા મોટાભાઈ મીઠું મીઠું બેલે છે, પરંતુ હૃદયને વિષે કઠોર છે. તમે દાસની માફક કાર્ય કર્યા કરે, હું તે દાસીપણાથી કંટાળી ગઈ છું. અન્ય વ્યક્તિની માફક હું તમારે ત્યાગ કરું છું. હું તે મારા પિતાને ઘરે જઈશ. મારું કંઈ કામ નથી. તમારે ઘડો પણ હવે ભરાઈ ગયો છે.” ત્યારે “તું શાન્ત થા.” એમ તેણીને કહીને તેણે ધનપાલ પાસે પિતાના ભાગની માગણી કરી ત્યારે તેનાથી ફરી સમજાવાયેલ તે ડામાડોળ ચિત્તવાળો બન્ય. - એકઠા ધનશ્રીએ ધનવતીને તેની ભાભીઓને વીંટી આપતી દેખાડીને કહ્યું કે- “જુઓ, આ પ્રમાણે આપણું ઘર લૂંટાય છે.” એટલે રોષ પામેલા અને જેમ તેમ બેલતા તેને જોઈને ધનપાલે વિચાર્યું કે-“પોતાની પત્નીથી ભ્રમિત બનેલા ધનાવહ ભક્તિ યુક્ત હોવા છતાં આ પ્રમાણે આચરણ કરી રહ્યો છે. જ્યાં સુધી સ્ત્રીના પ્રેમરૂપી વશીકરણથી વશ બનતું નથી ત્યાં સુધી જ ભાઈ સ્વજનવર્ગ પ્રત્યે નેહાળ રહે છે. આ પ્રમાણે વિચારીને ધનથી પરિપૂર્ણ ઘરને ત્યાગ કરીને, ફક્ત પહેરેલા બે વઅવડે ધનપાલ જહદીથી ઘરની બહાર નીકળી ગયો. . તેવામાં આકાશમાં રહીને કુલદેવીએ ધનાવહને કહ્યું કે-“હે ધનાવહ ! તું તારા ભાઈથી જુદે ન ૫ડ, ધનપાલે જ ધનનું રક્ષણ કર્યું છે. તેની ગેરહાજરીમાં તેને ભેજનના પણ સાંસા પડશે.” છતાં પણ દુર્ભાગ્યને કારણે ધનાવહે કુલદેવીનું કથન સ્વીકાર્યું નહિ. લોકમાં ધનપાલની પ્રશંસા થવા લાગી ત્યારે ધનશ્રીએ કહ્યું કે-“તેના શા વખાણ કરવા તે તે પિતાની મૂડી ભેગી કરીને ગયે છે?” કેટલોક સમય વીત્યા બાદ ધનાવહની સંપત્તિ ચેર અને અનિ વિગેરેના ઉપદ્રવથી નાશ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy